કૃષ્ણ જન્મ શ્રાવણ વદ આઠમના રોજ મહાનિશીથકાળમાં વૃષભ લગ્નમાં થયો હતો. એ સમયે ચંદ્રમાં રોહિણી નક્ષત્રમાં હતા. ભગવાન શ્રીકૃષ્ણની જન્મકુંડળીમાં રાહુને છોડીને બાકીના તમામ ગ્રહો પોતાની સ્વયં રાશિ કે પછી ઉચ્ચના પડ્યા હતા. જો વિગતવાર જોવામાં આવે તો કૃષ્ણના જીવનમાં આઠનો આંક આ રીતે જોડાયેલો હતો. જેમાં અનેક રહસ્યો છૂપાયેલા છે. કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્ર અને આઠમની તિથિમાં થયો જેને લીધે જયંતી નામનો યોગ રચાયો.

8ના અંકની વિશેષતા
જે વ્યક્તિનો જન્મ કોઈ પણ મહીનાની 8,17 5 26મી તારીખે થયો હોય તેનો મૂળાંક આઠ ગણાય છે. મૂળાંક આઠનો સ્વામી શનિ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આમ તો શનિ પાપ ગ્રહ છે પણ તે નૈતિકતા, ધર્મ, અને ન્યાય સાથે જોડાયેલો છે. ભાગ્યને સૌથી વધું પ્રભાવિત કરનારો છે.

જો વ્યક્તિની કુંડળીમાં શનિ સારો હોય કે ઉચ્ચનો હોય તો તે વ્યક્તિને હમેંશા ભાગ્યનો સહયોગ મળે જ છે. આ મૂળાકં વાળા લોકો સફળતા મેળવે જ છે. આ મૂળાંકના વ્યક્તિ સામાન્ય રીતે અંતર્મુખી પ્રવૃતિના હોય છે. આ લોકો પ્રચાર-પ્રસારથી દૂર એક નિષ્ઠ થઈને કામોમાં લાગેલા રહે છે લોકો દુનિયા કે સમાજ માટે અગત્યનું પ્રદાન કરે છે. તેમના કાર્યોની અવશ્ય નોંધ લેવાય છે. 8ના અંક વાળા વ્યક્તિ એકદમ સફળ હોય છે કે પછી એકદમ નિષ્ફળ હોય છે.
![]()
8ના અંક અને શ્રીકૃષ્ણ વિશે વધું વાત કરીએ તો કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર હતા. તેઓના જન્મ વખતે ભવિષ્યવાણી થઈ હતી કે વાસુદેવ અને દેવકીનું આઠમું બાળક કંસનો વધ કરશે. આ રીતે તેમણે મામા કંસનો સર્વનાશ કર્યો. આ ઉપરાંત કૃષ્ણને 8 પટરાણીઓ હતી. આ ઉપરાંત તેમણે 16100 રાણીઓ સાથે લગ્ન કર્યા હતા. જેનો સરવાળો પણ આઠ થાય છે.

આ ઉપરાંત જો કૃષ્ણ અને 8ના અંકની વાત કરવામાં આવે તો ભગવાન કૃષ્ણે ગીતાના આઠમા અધ્યાયમાં આઠમા શ્લોકમાં સૌથી મહત્વપૂર્ણ ઘોષણા કરી હતી. આ શ્લોકમાં જ કહેવાયું છે કે …..
પવિત્રાણાય સાધૂનામ્ વિનાશાય ચ દૂષ્કૃતામ્, ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યુગે ।
જે બેહદ મહત્વપૂર્ણ છે. ભગવાન કૃષ્ણ આશરે 125 વર્ષ સુધી જીવિત રહ્યા. જેનો અંક પણ 8 થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
