મુંબઇ,
સૈફ અલી ખાન, દીપકા પાદુકોણની ફિલ્મ લવ આજ કલની સિકવલ લવ આજ કલ 2 બની રહી છે. જેમાં સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન લીડ રોલ કરી રહી છે અને તેની સાથે કાર્તિક આર્યનની જોડી છે.
આ ફિલમના સેટ પરથી વિવધ તસ્વીરો સામે આવતી રહે છે જેમાં એક તસ્વીર એવી છે જેમાં કાર્તિક આર્યન સારા અલી ખાનને જોઈ રહ્યો છે.

તો થોડા દિવસ પહેલા સેટ પરથી બંનેનો કિસ કરતો વીડિયો વાઇરલ થયો હતો. હાલમાં જે ફોટો આવ્યો છે તેમાં જોવા મળે છે કે કાર્તિક એક ધાર્યું સારાને જોઈ રહ્યો છે પરંતુ સારાના ચહેરા પર ચિંતાના વાદળો જોવા મળી રહ્યા છે. જે રીતે કાર્તિક સારાના ચહેરાને જોઈ રહ્યો છે તે જોઇને લાગે છે કે તે બીજું કશું જોવા માંગતો જ નથી.
