બોલીવુડ એક્ટર નાવાઝુદ્દીન સિદ્દકીના શરૂઆતના કેરિયર વિશે તેમની સાથે કામ કરી ચુકેલા રાષ્ટ્રીય પુસ્કાર વિજેતા ફિલ્મકાર રાજકુમાર હિરાણીએ કહ્યું હતું કે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે સિદ્દકી ફિલ્મ ઉદ્યોગમાં પ્રસિદ્ધિ મેળવશે.
વર્ષ ૨૦૦૩માં નાવાઝુદ્દીન સિદ્દકીએ ‘ મુન્નાભાઈ એમ.બી.બી.એસ ‘ માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે ચોરનો રોલ કર્યો હતો. બુધવારે હિરાણીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મેં નાવાઝુદ્દીન સિદ્દકીને કહ્યું હતું કે તમે એક સારા અભિનેતા છો. પરંતુ મેં ક્યારેય વિચાર્યું નહતું કે સિદ્દકી એક દિવસ મોટા અભિનેતા બની જશે.
https://youtu.be/hbIC0nCRGTM
આ ફિલ્મમાં તેમણે ચોરનો રોલ કર્યો હતો જેણે ફિલ્મના મુખ્ય હીરો સંજય દત્તના પાકીટની ચોરી કરી હતી. ફિલ્મ નિર્માતાના જણાવ્યા પ્રમાણે પહેલા નાવાઝુદ્દીન આ ફિલ્મનો હિસ્સો નહતા પરંતુ વિદુ વિનોદ ચોપરાના કહ્યા બાદ તેમને આ ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી.
ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલીવિઝન ડાયરેક્ટર એસોસીએશન માસ્ટરક્લાસના એક કાર્યક્રમમાં આ વાત રાજકુમાર હિરાણીએ કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે ઘણી દિલચસ્પ વાત તો એ છે કે મુન્નાભાઈ એમ.બી.બી.એસ ફિલ્મમાં ચોરવાળું દ્રશ્ય નાવાઝુદ્દીનના બાળપણમાં થયેલી સત્યઘટના છે.
