૨૩મી સપ્ટેમ્બરથી શરુ થયેલી નવરાત્રીના નવમાં દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માં સિદ્ધિદાત્રીના આ સ્વરૂપની પૂજા કરવાથી તેમાના નામ પ્રમાણે જ જાતકને સિદ્ધિ પ્રદાન થાય છે. તેમજ વ્યક્તિના જીવનમાં રહેલી નિરાશાનો પણ અંત આવે છે.
માતાના જમણા અને નીચે વાળા હાથમાં ચક્ર, ઉપરના હાથમાં ગદા, ડાબા અને નીચે વાળા હાથમાં શંખ અને ઉપરના હાથમાં કમળ પુષ્પ છે. માંનુ આ રૂપ અત્યંત મોહક છે. તેઓ કમળના આસન પર બિરાજમાન છે અને સિંહ તેમનું વાહક છે. માતા દુર્ગાનું આ સ્વરૂપ શતાવરી અને નારાયણીના નામે પણ કહેવાય છે.

દરેક પ્રકારની સિદ્ધિઓ અપાવનાર સિદ્ધિદાત્રીની પૂજા આ શ્લોક દ્વારા કરવી જોઈએ.
देवी सर्वभूतेषु माँ सिद्धिदात्री रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।
