શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર શોપિયાંમાં આજ સવારે સુરક્ષાબળોના ગશ્ત દળ પર આતંકવાદીઓએ હૂમલો કર્યો હતો. જેમા ત્રણ જવાન શહિદ થઇ ગયા હતા, અને ચાર ઘાયલ થયા છે. આ એન્કાઉન્ટરમાં એક સ્થાનિક મહિલાની મોત થઇ ગઇ હતી. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સેનાનો કાફળો આતંકવાદીઓ વિરુદ્ધ એક ઓપરેશન કરીને મત્રીગામથી પરત ફરી રહ્યો હતો. ત્યારે રાતે 2: 30 વાગ્યાની આસપાસ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યાર બાદ સૈના દ્વારા સમગ્ર વિસ્તારમાં તલાસ અભિયાન હાથ ધર્યું હતું. પરંતું આતંકવાદી અંધેરાનો ફાયદો ઉઠાવીને બાગવામાં સફળ રહ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર સ્થાનીય વૃદ્ધ મહિલા જાના બગાનના ઘરની અંદર ગોળી વગવાને લધી મોત થયું હતું. એન્કાઉન્ટરમાં એક જવાન ઘટનાસ્થળે જ શહીદ થઇ ગયો હતો. અને ઘયલોમાં અમુક જવાનોની હલત ગંભીર છે.
જમ્મુ-કાશ્મીરમાં ત્રણ સપ્તાહમાં આ ચોથી સૌથી મોટી ઘટના છે. જેમા સૈનાને પોતાના જવાનોને ખોઇ બસ્યા છે. આ પહેલા મેજર સહિત છ જવાન ત્રણ અલગ અલગ એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા.
