Gandhinagar News/ રાજ્યમાં 25 વર્ષમાં 20 હજારથી વધુ પાણીની ટાંકીનું સફળ નિર્માણ

Water Tanks તૂટી જવાની ઘટનામાં કસૂરવાર તમામને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે,

Gandhinagar Gujarat Uncategorized
આ યોજનામાં પાણીની ટાંકી (Water Tanks)તૂટી જવાની ઘટનામાં કસૂરવાર તમામને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે

Gandhinagar News : રાજ્યભરમાં છેવાડાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવા છેલ્લા 25 વર્ષમાં 20 હજારથી વધુ પાણીની ટાંકી (Water Tanks)નું સફળ નિર્માણ કરવામાં આવ્યું છે.સુરત જિલ્લામાં ગાય પગલાં સુધારણા પાણી જૂથ યોજનામાં 34 ગામોને પાણી આપવાની યોજના માટે રૂ.24કરોડથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે તેમ,વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.

મંત્રી  પટેલે વધુ વિગતો આપતાં કહ્યું કે, સુરતના તાડકેશ્વર ગામે હરિયાળ સબ હેડવકર્સ ખાતે નવનિર્મિત 9લાખ લિટર ક્ષમતાની પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન ધરાશાહી થઈ હતી. આ ધરાશાયી થયેલ પાણીની ટાંકી માટે કુલ રકમ રૂ.94.84 લાખ મંજૂર કરવામાં આવી હતી. જે હેઠળ એજન્સીને રૂ. 83.45 લાખનું ચુકવણું કરવામાં આવ્યું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે રાજ્ય સરકારે ધરાશાયી થયેલ ટાંકી પેટે એજન્સી પાસેથી રૂ.1.04 કરોડની રકમ પરત વસૂલવામાં આવી છે. વધુમાં એજન્સી સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.

કસૂરવાર તમામને ફરજ મોકૂફ કરવામાં આવ્યા

આ ઉપરાંત આ યોજનામાં પાણીની ટાંકી (Water Tanks) તૂટી જવાની ઘટનામાં કસૂરવાર તમામને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે,આ ઘટનામાં કસૂરવાર સંબંધિત અધિકારી- ગુનેગારો અત્યારે જેલના હવાલે છે. આ ઉપરાંત સંબંધિત એજન્સીના અન્ય કામોની કડક રીતે સ્થળ તપાસ કરવામાં આવી રહી છે. આ બાબતે કસૂરવાર કોઈને પણ છોડવામાં આવશે નહીં તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.

મંત્રી ઈશ્વરસિંહે વધુ માહિતી આપતાં જણાવ્યું કે, આ વિસ્તારના નાગરિકોને પાણી પુરવઠા ઉપલબ્ધ થતો રહે તે માટે આ જ સ્થળે જલ્દીથી નવી ટાંકીનું નિર્માણ કરવામાં આવશે.


આ પણ વાંચો :  તંત્રની આ કેવી “બલિહારી”! 2 કરોડની પાણીની ટાંકીનો વાલ્વ બગડતા 10 લાખ લીટર પાણી ગટરમાં વહ્યું

આ પણ વાંચો : 21 કરોડની પાણીની ટાંકી ધરાશાયી થતા કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભડક્યા

આ પણ વાંચો :અમદાવાદના સારંગપુરમાં 70 વર્ષ જૂની 10 માળની પાણીની ટાંકી તોડી પાડાઈ