Bhavnagar News:ભાવનગર (Bhavnagar) જિલ્લાના સિહોર તાલુકાના રામપરા ગામમાં સ્થિત પ્રખ્યાત મેલડી માતાજીના મંદિરમાં ચોરીનો (Theft) એક ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે.પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું હતું અને સોના-ચાંદીના દાગીના સહિત આશરે 6 લાખ રૂપિયાની કિંમતી વસ્તુઓની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
અજાણ્યા તસ્કરોએ ગઈકાલે રાત્રે મેલડી માતાજીના મંદિરમાં ઘૂસીને ચોરી કરી હતી.તસ્કરોએ મંદિરમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરી હતી, જેની કુલ કિંમત આશરે 6 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે.ચોરી બાદ તસ્કરો રાત્રિના અંધારામાં ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સિહોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો:ભાવનગરમાં ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યુ, ગર્ભ રહેતા યુવતીનો આપઘાત
આ પણ વાંચો:ભાવનગરમાં ભૂવા પર દુષ્કર્મની ફરિયાદ, પરિવારને મારી નાખવાની ધમકી આપતો
