Bhavnagar News/ ભાવનગરમાં સૌર પ્લાન્ટ કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ₹10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સૌર પ્લાન્ટ કેબલ ચોરી કરતી ગેંગને આખરે પોલીસ દ્વારા પકડી લેવામાં આવી છે. પેરોલ–ફર્લો સ્ક્વોડે ગુપ્ત બાતમીના આધારે દરોડા પાડી ગેંગના છ સભ્યો

Top Stories Gujarat Others Breaking News

Bhavnagar News: ભાવનગરમાં છેલ્લા બે વર્ષથી સક્રિય રહેલી સૌર પ્લાન્ટ કેબલ ચોરી કરતી ગેંગને આખરે પોલીસ દ્વારા પકડી લેવામાં આવી છે. પેરોલ–ફર્લો સ્ક્વોડે ગુપ્ત બાતમીના આધારે દરોડા પાડી ગેંગના છ સભ્યોને ઝડપી પાડ્યા છે, જ્યારે ચાર આરોપીઓ હજુ ફરાર છે.

ગેંગ મેપ દ્વારા સૌર પ્લાનટોની ઓળખ 

આ ગેંગ ગૂગલ મેપ દ્વારા સૌર પ્લાન્ટોની ઓળખ કરતી અને પછી ચોરીનો પ્લાન બનાવતી. ચોરી કરવા માટે આરોપીઓ બોલેરો પિકઅપ વાહન, વાયર કટર અને અન્ય સાધનોનો ઉપયોગ કરતા. તે પ્લાન્ટમાં ઘૂસી જઇને કેબલ તાર, સ્ટીલની ટાંકી અને અન્ય સામાન ચોરી કરતા.

મોટો મુદ્દામાલ જપ્ત

પોલીસે છ આરોપીઓને ઝડપી પાડતાં તેના પાસેથી કુલ ₹10,17,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 122.5 કિલો કેબલ તાર, 2 સ્ટીલની ટાંકી, રોકડ રૂ. 50,000, 2 બોલેરો પિકઅપ વાહન, 2 વાયર કટર અને 3 મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે.

ઉકેલાયા આઠ ગુના

આરોપીઓને પકડતા પોલીસએ કુલ 8 ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. તેમાં ગારિયાધારના 2, પાલીતાણા ગ્રામ્યના 3, સોનગઢના 1, શિહોરના 1 અને વરતેજના 1 ગુનાનો સમાવેશ થાય છે.

[fvplayer id=”66″]

ઝડપાયેલા આરોપીઓ

પોલીસે ઝડપાયેલા આરોપીઓમાં ભરત ડુંગરશી વાઘેલા, લાલજી ઉર્ફે લાલો કલ્યાણ ચૌહાણ, અજય ઉર્ફે અજયો પ્રવીણ ડાભી, પરેશ બાબુ મકવાણા, નીલેશ ઉર્ફે નીલુ/ઘુઘો રાજુ રાઠોડ અને રાધેશ ઉર્ફે રાધે ઘુઘા વાઘેલાનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ શિહોર–ભાવનગર તથા આસપાસના ગામોના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

ફરાર આરોપીઓની શોધખોળ

આ ઉપરાંત, મહેશ મથુર મકવાણા, ગોપાલ નરશી મકવાણા, અજય ડાયા પરમાર અને ચોરાયેલો માલ ખરીદનાર ગોપાલ ગોહેલ હજુ ફરાર છે. પોલીસ દ્વારા તેની શોધખોળ જોરશોરથી ચાલુ છે અને ટૂંક સમયમાં તેને પણ કાયદાની પકડમાં લેવા પ્રયાસો થઈ રહ્યા છે.

પોલીસની કામગીરી

પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગ લાંબા સમયથી સૌર પ્લાન્ટોને ટાર્ગેટ કરીને ચોરી કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે દરોડા પાડતા આ ગેંગ ઝડપાઈ હતી. હાલ આરોપીઓ સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે.

ભાવનગરમાં સૌર ઊર્જા પ્લાન્ટમાંથી વારંવાર થતા કેબલ ચોરીના બનાવોને કારણે સ્થાનિક ઉદ્યોગકારોમાં ભયનું વાતાવરણ હતું. આ ગેંગ ઝડપાતા ઉદ્યોગકારોને રાહત અનુભવાઈ છે. જોકે, પોલીસ હજુ પણ ફરાર આરોપીઓને પકડીને સમગ્ર ગેંગનું જાળું ઉખેડવા પ્રયત્નશીલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં ભાઈએ બહેન પર દુષ્કર્મ આચર્યુ, ગર્ભ રહેતા યુવતીનો આપઘાત

આ પણ વાંચો:ભાવનગરમાં ભૂવા પર દુષ્કર્મની ફરિયાદ, પરિવારને મારી નાખવાની ધમકી આપતો

આ પણ વાંચો:ભાવનગરમાં પરીણિતા સાથે વિધર્મીએ આચર્યુ દુષ્કર્મ