Modi government/ મોદી સરકારના નિર્ણયથી ગરીબોને પડશે અસર, સરકારી તિજોરીને થશે 2 લાખનું નુક્શાન

ભારત સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ 81.35 કરોડ ગરીબ લોકોને એક વર્ષ માટે મફત રાશન આપવાનું નક્કી કર્યું છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પગલાથી…

Top Stories Business
Modi Government Decision

Modi Government Decision: સરકાર દ્વારા ગરીબો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓમાં ગરીબોના હિતને ધ્યાનમાં રાખીને સરકાર ગરીબોને મફત અનાજ પણ આપી રહી છે. હવે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ને ડિસેમ્બર 2022 પછી લંબાવવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ડિસેમ્બર 2023 સુધી સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા (NFSA) હેઠળ કરોડો લાભાર્થીઓને મફત અનાજ આપશે. મોદી સરકારના આ પગલાની અસર કરોડો લોકો પર જોવા મળશે.

ભારત સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ 81.35 કરોડ ગરીબ લોકોને એક વર્ષ માટે મફત રાશન આપવાનું નક્કી કર્યું છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પગલાથી સરકારી તિજોરીને લગભગ 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અનાજની આર્થિક કિંમતને ધ્યાનમાં લેતા આ નિર્ણયને કારણે વધારાની ખાદ્ય સબસિડી ખર્ચ લગભગ 25,000 કરોડ રૂપિયા થશે. તેની સરખામણીમાં જો PMGKAYને એક વર્ષ માટે લંબાવવામાં આવે તો તેનાથી 1.6-1.7 ટ્રિલિયન રૂપિયાનો ખર્ચ થશે. કેન્દ્રએ NFSA ક્વોટા હેઠળ આવતા લોકોને 5 કિલો અનાજ મફતમાં પૂરું પાડ્યું હતું. હવે સરકારે NFSA હેઠળ જ રાશન ફ્રી કરી દીધું છે. આનો અર્થ એ છે કે 2020 થી વિશેષ યોજના હેઠળ આપવામાં આવતો લાભ ચાલુ રહેશે પરંતુ હવે તે NFSA હેઠળ આપવામાં આવશે.

આ પણ વાંચો: Politics/CM યોગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત, ‘વન રેન્ક, વન પેન્શન’માં સુધારા પ્રસ્તાવને મંજૂરી આપવા બદલ વ્યક્ત