Gujarat News/ ગુજરાત પોલીસના 21 કર્મચારીઓ થશે સન્માનિત

1037 સુરક્ષાકર્મીઓને તેમની અસાધારણ સેવાઓ માટે સન્માન આપવામાં આવશે

Top Stories Gujarat

Gujarat News : ગુજરાત પોલીસના 21 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. આ વર્ષે દેશ ગુરુવારે 78મો સ્વતંત્રતા દિવસ (Independence Day) ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા બુધવારે સરકારે જવાનોને રાષ્ટ્રપતિ મેડલ આપવાની જાહેરાત કરી છે. આ વર્ષે પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ 1037 જવાનોને વીરતા અને સેવા ચંદ્રક આપીને સન્માનિત કરવામાં આવશે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, 1037 સુરક્ષાકર્મીઓને તેમની અસાધારણ સેવાઓ માટે સન્માન આપવામાં આવશે. DGP વિકાસ સહાયએ આ  પોલીસ કર્મચારીઓને શુભેચ્છા આપી હતી.

ગુજરાતના કેટલા જવાનને મળશે મેડલ?

વિગતો મુજબ, વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક (PSM) સેવામાં ખાસ કરીને વિશિષ્ટ રેકોર્ડ માટે આપવામાં આવે છે, અને મેડલ ફોર મેરીટોરિયસ સર્વિસ (MSM) સંસાધન અને ફરજ પ્રત્યેની નિષ્ઠા ધરાવતી મૂલ્યવાન સેવા માટે એનાયત કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાંથી કુલ 19 પોલીસ કર્મચારી અને અધિકારીઓને મેડલની જાહેરાત થઈ છે. ગુજરાતના 2 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક PSMથી સન્માનિત કરાશે, જ્યારે 19 પોલીસ અધિકારી/કર્મીઓને મેરીટોરીયસ સર્વિસ MSMથી સન્માનિત કરાશે. જે લોકોને સન્માન મળશે, તેમના નામ ગૃહ મંત્રાલયે જાહેર કરી દીધા છે. જેમાં ગુજરાતથી DSP બળવંતસિંહ હેમતુજી ચાવડાને પ્રેસિડેન્ટ મેડલથી સન્માનિત કરવામાં આવશે. સબ ઈન્સ્પેક્ટર ભરતકુમાર મનુભાઈ બોરાણાને પણ પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી

આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા

આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો