સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન ડેન વૈન નીકેર્ક એ પોતાની ટીમની જ બીજી મહીલા ક્રિકેટર મૈરીજાને કૈપ સાથે લગ્ન કરી લીધા છે. મૈરીજાને કૈપ ટીમમાં ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર તરીકે રમે છે જયારે ૨૫ વર્ષીય વૈન નીકેર્ક સ્પીન બોલિંગ ઓલરાઉન્ડર છે. આ બન્ને મહિલા ક્રિકેટર એ શનિવારે લગ્ન કરી લીધા છે એ પણ પોતાના નજીકના દોસ્તો, પરિવાર અને આફ્રીકાના ખેલાડીઓની હાજરીમાં કર્યા હતા.લગ્ન કર્યા બાદ સોશિયલ મીડિયા પર પોતાના પ્રશન્શકો ને બતાવ્યું કે, “આઈ ડુ ઓન સેટરડે”.
સાઉથ આફ્રિકાની આ બંને સ્ટાર ખેલાડી ઇન્ટરનેશનલ ક્રિકેટ સિવાય બીગ બેશ ક્રિકેટમાં પણ એકસાથે રમે છે. હાલમા જ બંને ખેલાડીઓ સાઉથ આફ્રિકાની ટીમ સાથે બ્રિટન શ્રેણી પર હતી, જ્યાંથી આ ટીમ વનડે અને T20 મેચ રમી ને પછી ફરી છે.
વધુમાં જણાવીએ તો આ બંને ખેલાડી બીગ બેશમાં સિડની સિક્સરની ટીમ માટે રમતી હતી. આ સિવાય બન્ને ખીલાડીએ સાઉથ આફ્ર્રીકાની ક્રિકેટ ટીમમાં, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આગમન એક સાથે જ કર્યું હતું. ૨૦૦૯ માં રમાયેલા મહિલા વલ્ડ કપ દરમ્યાન વૈન નીકેર્ક એ પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયરની શરૂઆત વેસ્ટ ઇન્ડીઝ સામે કરી હતી જયારે એક દિવસ બાદ કૈપ એ ઓસ્ટ્રેલીયા સામે પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી.
