Rajkot News/ રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાના વહીવટનો વીડિયો વાયરલ

રાજકોટમાં ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો ગેરકાયદે બાંધકામની પતાવટનો વિડીયો વાઇરલ થયો છે. તેમા ફરિયાદી 60 હજારમાં પતાવટની વાત કરે છે, જ્યારે અનિલ મકવાણા સવા લાખથી નીચે કશું નહીં થાય તેમ જણાવે છે.

Top Stories Gujarat Rajkot Breaking News
Anil Makvanaનો પતાવટનો વિવાદાસ્પદ વિડીયો વાઇરલ

Rajkot News: રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા(Anil Makvana)ના વહીવટનો વિડીયો વાઇરલ થયો છે. વાઇરલ થયેલા આ વિડીયોમાં ગેરકાયદે બાંધકામ (Illegal Construction) મામલે તેઓ નાણા માંગતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ચકચાર મચી ગઈ છે. આ વિડીયો ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા(Anil Makvana)ના કથિત વહીવટનો ઓડિયો હોવાનું કહેવાય છે. મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી.

અનિલ મકવાણાએ સવા લાખમાં પતાવટની વાત કરી

આ વિડીયોમાં ગેરકાયદે બાંધકામ મામલે 60 હજારમાં પતાવટ (Settlement)ની વાત છે. આમ રાજકોટમાંહવે વધુ એક પૂર્વ કોર્પોરેટર તેમના આ પતાવટના કામોને લઈને ચર્ચામાં આવ્યો છે. આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે ગેરકાયદે બાંધકામ અને તેના વહીવટની વાતચીત થઈ રહી છે. સમૂહલગ્નના ખર્ચ માટે બાંધકામ ક્ષેત્રમાંથી ઉઘરાણીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ વિડીયો વાઇરલ થયા પછી રાજકોટનું રાજકીય વાતાવરણ ગરમાયું છે.

ષડયંત્ર ઘડવામાં આવ્યાનો પૂર્વ કોર્પોરેટરનો દાવો

આ અંગે પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાએ મંતવ્ય ન્યૂઝને જણાવ્યું હતું કે આ મારી સાથે ષડયંત્ર (Conspiracy) થયું છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મારા કુટુંબને એસસી-એસટી અનામત હેઠળની બેઠકમાંથી ટિકિટ મળે તેવી પ્રબળ સંભાવના છે. તેથી જ મારી સામે ષડયંત્ર કરવામાં આવ્યું છે. હું આ વિડીયો સાઇબર ક્રાઇમ (Cyber Crime)માં મોકલવાનો છું અને તેની તપાસ કરવામાં આવે તેવી વિનંતી કરવાનો છે. એક વાતચીતને આખા વિડીયો દ્વારા અલગ જ રીતે બતાવવામાં આવી હોવાનો દાવો અનિલ મકવાણાએ જણાવ્યુ હતુ. તેના પછી આ વિડીયો જેણે પણ ઉતાર્યો છે તેની સામે બદનક્ષીનો દાવો પણ કરીશ એમ તેમણે જણાવ્યું હતું.

ફરિયાદી વિડીયોની વાત પર અડગ

આ જ બાબત અંગે ભોગ બનનારા દિલીપ પટેલે (Dilip Patel) જણાવ્યું હતું કે તેઓએ અમને બાંધકામ અંગે ફરિયાદ મળી હોવાનું જણાવ્યું હતું. તેમણે જ્યારે જણાવ્યું હતું કે અમારા બાંધકામને લઈને કોઈ અનિલભાઈ મકવાણાને ફરિયાદ કરી હતી. તેથી મેં ફરિયાદ કરનારને પૂછ્યું તો તેણે અનિલભાઈને રૂબરુ મળવાનું જણાવ્યું હતું. હું અનિલભાઈને મળવા ગયો હતો અને અમારા કામમાં શુ ફરિયાદ છે તેમ પૂછુય હતુ. તેમણે જણાવ્યું હતું કે તમારા કામ અંગેની ફરિયાદ થઈ છે અને હવે જો હું ફરિયાદ પાછી ખેંચુ તો મારે મારા કાંડા કાપવા પડે તેવી સ્થિતિ બને, કારણ કે કોઈએ ફરિયાદ કરી છે તો હું કઈ રીતે પાછી ખેંચી લઉં.

આ ઉપરાંત મને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મારા કુટુબમાંથી કે મને ટિકિટ પણ મળે તેમ છે. તેથી હું કોઈ આવું જોખમ લેવા માંગતો નથી. તેના પછી અમે તેમને સાંજે પછી મળવા ગયા હતા અને આ જ વિનંતી કરી હતી. તેના ચાર કે પાંચ દિવસ પછી અમે તેમને ફરીથી મળ્યા હતા. તે સમયે તેમણે છેલ્લે જણાવ્યું હતું કે સવા લાખ રૂપિયા હોય તો જ આવજો. અમે પણ આ સાંભળીને આશ્ચર્ય અને આઘાત પામ્યા હતા. તેના પછી અમને જાણવા મળ્યું હતું કે આ તો આમનો ધંધો છે. તેમણે આવી કેટલાય સ્થળોએ ફરિયાદ કરી છે અને નાણા ખંખેર્યા છે.

શહેર ભાજપ પ્રમુખે લેવો પડશે અઘરો નિર્ણય

આ અંગે શહેર ભાજપ પ્રમુખ માધવ દવે (Madhava Dave)એ જણાવ્યું હતું કે તમે જે વિડીયો જોયો તે મેં જ જોયો છે. મેં અનિલભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તે સ્વિચ ઓફ આવે છે. અમે તેમને ઓફિસે બોલાવીને તેમનો જવાબ લઈશું. તેમનો ખુલાસો માંગીશુ. તેમનો ખુલાસો સંતોષજનક નહીં હોય તો તેમની સામે પક્ષના ધારાધોરણ મુજબ પગલાં લઈશું. આમ આખા વિવાદનો બોલ હવે શહેર ભાજપ પ્રમુખની કોર્ટમાં પડ્યો છે. તેમણે આ અંગે અઘરો નિર્ણય લેવો પડી શકે છે.


આ પણ વાંચો: સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: 1500 કરોડના સ્કેમમાં તત્કાલીન કલેક્ટરની  ધરપકડ

આ પણ વાંચો: સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની કાર્યવાહી, ચંદ્રસિંહ મોરી કોર્ટમાં રજૂ કરાશે

આ પણ વાંચો: સુરેન્દ્રનગર જમીન કૌભાંડનો વિસ્ફોટ: ₹3,850 કરોડનો સોલાર પ્રોજેક્ટ માત્ર ₹80 કરોડમાં સોપાયો!