Surendranagar News/ સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની કાર્યવાહી, ચંદ્રસિંહ મોરી કોર્ટમાં રજૂ કરાશે

સુરેન્દ્રનગરમાં બિનખેતી (NA) જમીન રૂપાંતરણમાં ₹1500 કરોડના મહાકૌભાંડનો ખુલાસો. EDની તપાસ બાદ ACBએ કલેક્ટર સહિત 4 અધિકારીઓ સામે ગુનો નોંધ્યો.

Top Stories Gujarat Breaking News
ED

Surendranagar News:સુરેન્દ્રનગરમાં બિનખેતી (NA) જમીન રૂપાંતરણમાં આશરે 1500 કરોડ રૂપિયાના મહાકૌભાંડનો મોટો ખુલાસો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસને આધારે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સુરેન્દ્રનગરના કલેક્ટર ડો. કે. રાજેન્દ્ર પટેલ સહિત ચાર સરકારી કર્મચારીઓ સામે અપ્રમાણસર મિલકત અને લાંચ-રૂશ્વતના આરોપસર ગુનો નોંધ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીને EDએ ધરપકડ કરી 8 દિવસની રિમાન્ડ મેળવી દિલ્હી લઈ ગયા છે.

ED

સુરેન્દ્રનગરમાં બિનખેતી જમીનને ખેતી વગરની (NA) જમીનમાં રૂપાંતરિત કરવામાં વ્યાપક ભ્રષ્ટાચાર અને બેનામી વ્યવહારોના આરોપો છે. EDની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે વચેટિયાઓ અને એજન્ટોના મોટા નેટવર્ક દ્વારા ગેરકાયદેસર રીતે જમીનોનું રૂપાંતરણ કરવામાં આવતું હતું. આ કૌભાંડનું અંદાજિત મૂલ્ય 1500 કરોડ રૂપિયા જેટલું હોવાનું અનુમાન છે.EDએ આ કેસમાં બેનામી સંટ્ટા અને ભ્રષ્ટાચારના આરોપો હેઠળ ધરપકડો કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્કમાં ઉચ્ચ અધિકારીઓ સુધીની સાંઠગાંઠ હતી.

ED

EDની તપાસમાં કલેક્ટર સહિત ચાર સરકારી અધિકારીઓ સામે ગુનો નોંધાયો

ઈડીએ સુરેન્દ્રનગર કલેક્ટર ડો. કે. રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાને 16 કલાક સુધી તપાસ કરી અને 100થી વધુ મહત્વની ફાઇલો જપ્ત કરી હતી.નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67.50 લાખ રૂપિયાની રોકડ રકમ ઝડપાઈ હતી.
ACBની ફરિયાદમાં ખુલાસો થયો છે કે ચંદ્રસિંહ મોરીએ એક જ વ્યવહારમાં 1 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી.

આ ઉપરાંત, ઈડીએ કલેક્ટરની ઓફિસ, નાયબ મામલતદારની ઓફિસ અને અન્ય સંલગ્ન સ્થળોએ દરોડા પાડ્યા હતા.ACBએ નોંધેલી FIRમાં ડો. કે. રાજેન્દ્ર પટેલ,ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરી,મયુર ગોહિલ અને જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રૂશ્વત વિરોધી કાયદા હેઠળ ગુનો નોંધાયો છે.આ તમામ આરોપીઓ પર અપ્રમાણસર મિલકત ધરાવવા અને લાંચના વ્યવહારોમાં સામેલ હોવાના આરોપ છે.

નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને EDએ 8 દિવસની રિમાન્ડ પર લીધા છે અને તેમને વધુ પૂછપરછ માટે દિલ્હી લઈ જવામાં આવ્યા છે. માહિતી અનુસાર મોરીના મોબાઇલ માંથી મળેલા વ્યવહારોમાં ગુજરાતના એક ડઝનથી વધુ ઉચ્ચ અધિકારીઓના નામ સામે આવી શકે છે.જપ્ત કરેલા દસ્તાવેજોમાંથી કેટલાક વ્યક્તિઓ પાસેથી નાણાં મળ્યા અને કેટલાના બાકી હોવાની વિગતો મળી છે, જેની જાણ ACBને કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરેન્દ્રનગર જમીન કૌભાંડનો વિસ્ફોટ: ₹3,850 કરોડનો સોલાર પ્રોજેક્ટ માત્ર ₹80 કરોડમાં સોપાયો!

આ પણ વાંચો:સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં ED એ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના સ્ટાફને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી પર EDના દરોડા કેમ પડ્યા? જાણો કારણ