Surendranagar News: સુરેન્દ્રનગરમાં જમીનને બિનખેતી (NA)માં રૂપાંતરિત કરવાના કૌભાંડમાં મોટા ખુલાસા થયા છે. આ કેસમાં અંદાજે 1500 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારનો (Land Bribery) આરોપ છે, જેમાં સોલાર કંપનીઓને અનુમતિ આપવા માટે લાંચ અને અનિયમિતતા સામેલ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 23 ડિસેમ્બરે અલગ-અલગ ટીમો સાથે જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સહિત અનેક અધિકારીઓના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા હતા. આ તપાસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે અને તેમને દિલ્હી લઈ જઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)એ પણ આ મામલે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે, જેમાં કલેક્ટરને તાત્કાલિક બદલી કરીને પોસ્ટિંગ વગર મોકલી દેવામાં આવ્યા છે.
EDની તપાસમાં ચંદ્રસિંહ મોરીની કબૂલાત

સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનને બિનખેતીમાં (Land Bribery) ફેરવવાની પ્રક્રિયા (NA)માં મોટા પાયે અનિયમિતતા અને ભ્રષ્ટાચારના આરોપો છે. આ કેસની શરૂઆત એક ખેડૂતની ફરિયાદથી થઈ હતી, જેમાં જણાવાયું હતું કે તેની જમીન (Land Bribery) પર એનએ વગર જ સોલાર પ્લાન્ટનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે દિલ્હીની એક સોલાર કંપનીને અનુમતિ આપવા માટે અધિકારીઓએ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. EDની તપાસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ કબૂલ્યું છે કે તેમણે આ કામ માટે 67.50 લાખ રૂપિયાની લાંચ લીધી હતી. પહેલા આ આંકડો 42 લાખનો હોવાની ચર્ચા હતી, પરંતુ પૂછપરછમાં વધુ ખુલાસા થયા છે.

EDના દરોડા દરમિયાન કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ (2015 બેચના IAS અધિકારી), નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયૂરસિંહ ગોહિલના નિવાસસ્થાનો પર જમીન NA કૌભાંડ (Land Bribery) મુદ્દે તપાસ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં 100થી વધુ ફાઈલો, ડાયરીઓ અને લાખો રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. મોરીના બેડરૂમમાંથી 67.50 લાખ રોકડ મળી આવી હતી, જેને તેઓ લાંચ તરીકે કબૂલી ચૂક્યા છે. EDએ મોરીને 9 દિવસના રિમાન્ડ પર દિલ્હી લઈ જઈને વધુ પૂછપરછ શરૂ કરી છે.
