Rajkot News/ રાજકોટમાં 11 વર્ષના કિશોરનું હૃદયરોગના હુમલાથી મોત

જસદણના જંગવડમાં 11 વર્ષના બાળકનું મૃત્યુ હૃદયરોગના હુમલાને કારણે થયું.

Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, જસદણ તાલુકાના જંગવડ ગામમાં 11 વર્ષના બાળક (child)ને હાર્ટ એટેક (heart attack) આવ્યો હતો. બાળકનું મૃત્યુ હૃદયરોગના હુમલાને કારણે થયું.

જંગવડ ગામમાં પાંચમા ધોરણમાં ભણતા બાળકને અચાનક છાતીમાં દુખાવો થયો. દુખાવો વધવાથી માસૂમ બાળક બેભાન થઈ ગયું. પરિવારના સભ્યો તાત્કાલિક બાળકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.

માસૂમની ઓળખ હેતાશ રશ્મિકાંત દવે તરીકે થઈ છે. 11 વર્ષનો આ છોકરો જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં મહાકુંભ તાલુકા કક્ષાએ રમ્યો હતો. બાળકના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

અગાઉ, 11 વર્ષની બાળકીનું હાર્ટએટેકથી મોત થયાના બનાવના સમાચાર સામે આવ્યા હતા. અમદાવાદની શાળામાં બાળકી અચાનક ઢળી પડતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક કિસ્સામાં શાહીબાગમાં રાજસ્થાન વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળકનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું.

1 મહિના પહેલા આ લક્ષણો દેખાય છે

  1. છાતીમાં દુખાવો

  2. છાતીમાં ભાર લાગવો

  3. ધબકારા વધવ

  4. છાતીમાં બળતરા

  5. શ્વાસ લેવામાં સમસ્યા

  6. થાક લાગવો

હાર્ટ અટેક સંબંધિત કરવામાં આવેલી સ્ટડીમાં એવુ પણ જાણવા મળ્યુ છે કે, એક મહિના પહેલા વ્યક્તિને ઉંઘ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અને આ શરૂઆતી લક્ષણ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. સ્ટડી મુજબ 50 ટકા મહિલાઓ હાર્ટ એટેક પહેલા ઊંઘ સંબંધિત સમસ્યાથી પીડાતી હતી. આ સમષ્યા 32 ટકા પુરુષોમાં જોવા મળી હતી.છાતીમાં દુખાવો થવુ એ હાર્ટ એટેકનું સૌથી સામાન્ય લક્ષણ છે. જે લક્ષણ પુરુષો અને સ્ત્રીઓમાં સમાન જોવા મળે છે. સ્ટડીમાં સામેલ 93 ટકા પુરુષો અને 94 ટકા સ્ત્રીઓમાં આ લક્ષણ જોવા મળ્યુ હતુ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં 11 વર્ષના બાળકને હાર્ટ એટેક : પિતાએ હાર્ટપમ્પીંગ કર્યું પણ બચાવી ન શક્યા

આ પણ વાંચો:હાર્ટ ફેલ્યોર અને હાર્ટ એટેકમાં શું છે ફરક, જાણો કઈ વ્યક્તિને બચાવવા માટે વધારે સમય આપે છે.

આ પણ વાંચો:એસ.ટી. બસમાં મુસાફરી કરી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત