Gujarat News: ભલે પધાર્યા’ની ગુજરાતી વાઇબ સાથે ઉત્સવપ્રિય ગુજ્જુઓ 2025ની ખરાબ યાદોને બાય-બાય કહીને 2026ને ધામધૂમથી આવકારવા તૈયાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના મોટા શહેરોમાં ન્યૂ ઈયર (New Year) ઇવેન્ટની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અમદાવાદથી રાજકોટ સુધી, ગરબા પ્રિય ગુજરાતીઓ ઇન્ટરનેશનલ ડીજેના તાલે વેસ્ટર્ન ડાન્સ મૂવ્સ કરીને નવા વર્ષને ગુજરાતી સ્ટાઇલમાં વેલકમ કરશે.ભારતની પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ, ડાયમંડ સિટી સુરત, સંસ્કારી નગરી વડોદરા અને રંગીલા રાજકોટ સુધી દરેક જગ્યાએ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રૂ. 199થી શરૂ થતા સસ્તા પાસથી લઈને 5.90 લાખ રૂપિયા સુધીના અલ્ટ્રા-પ્રીમિયમ ટેબલ પાસ સુધીની વ્યવસ્થા છે. પ્રીમિયમ ફૂડ, અનલિમિટેડ ડ્રિંક્સ, ગાલા ડિનર અને બટલર સર્વિસ જેવી સુવિધાઓ સાથે ગુજરાતીઓ સાલસા-સામ્બા મૂવ્સનો આનંદ માણશે.અમદાવાદમાં સૌથી મોંઘી અને ગ્રાન્ડ પાર્ટીઓ આ વર્ષે અમદાવાદમાં 30થી વધુ જગ્યાએ ન્યૂ ઈયર (New Year) પાર્ટીનું આયોજન થઈ રહ્યું છે. મોટા ભાગની પાર્ટીઓ પશ્ચિમ અમદાવાદના (Ahmedabad) એસપી રિંગ રોડ આસપાસના ફાર્મ-હોટેલ્સમાં યોજાશે.
ન્યૂ ઈયર (New Year) ઇવ 2026’ ક્લબ O7, શેલા
અહીં ભારતના ટોપ-3 ડીજેમાં સામેલ ડીજે ચેતસ પાર્ટીને ધૂમ મચાવશે. 15 વ્યક્તિઓના પ્રીમિયમ ટેબલની કિંમત રૂ. 5.90 લાખ. સ્ટેજ પાછળના ભાગમાં બે આવા ટેબલ હશે, જેમાં પ્રીમિયમ ફૂડ અને ડ્રિંક્સની વ્યવસ્થા છે. સનબર્ન, ટોમોરોલેન્ડ અને ન્યૂ ઈયર એવ જેવી ઇવેન્ટ્સમાં હાઇ-એનર્જી મ્યુઝિક, લાઇટ શો અને ફાયરવર્ક્સનો આનંદ મળશે. જેની પાસની રેન્જ રૂ. 199થી શરૂ થઈને લાખો સુધી છે.

સાબરમતી રિવરફ્રન્ટ, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અને ગાંધી આશ્રમવાળું અમદાવાદ આ વર્ષે દુનિયાના અન્ય શહેરોને પણ ઈર્ષા કરાવે તેવી તૈયારીમાં છે.સુરતમાં આ વર્ષે 10 જગ્યાએ ગ્રાન્ડ ન્યૂ ઈયર (New Year) પાર્ટીનું આયોજન છે. મોટા ભાગની પાર્ટીઓ વેસુ અને ડુમસ રોડ વિસ્તારમાં યોજાશે.
ન્યૂ ઈયર ઈવ 2026ને લઈને ગુજરાતમાં ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. સુરતના બિલિયોનર લાઉન્જમાં યોજાનાર ‘ધ ફાઈનલ કોલ 4.0’માં 6 વ્યક્તિઓના પ્રીમિયમ ટેબલ રૂ. 19,999માં ઉપલબ્ધ છે, જ્યાં પ્રીમિયમ ફૂડ-ડ્રિંક્સ સાથે બોલિવૂડ આર્ટિસ્ટને મળવાનો મોકો મળશે અને ડીજે તક્ષિલ પોતાની ધમાકેદાર બીટ્સથી માહોલ બનાવશે. ‘વેવફાયર રિલોડેડ’, ‘ગ્રુવ ટુ હોરિઝોન’ અને ‘ન્યૂ ઈયર (New Year) બિટ્સ 3.0’ જેવી ઇવેન્ટ્સમાં યુવાનો ઝૂમી ઉઠશે.
વડોદરામાં ન્યૂ ઈયર પાર્ટીઓનું આયોજન

વડોદરામાં આ વર્ષે 11 જગ્યાએ ન્યૂ ઈયર (New Year) પાર્ટીઓનું આયોજન છે, જેમાં ‘ફ્યુઝુન ફેસ્ટ’ (5 વ્યક્તિઓનો ગ્રુપ પાસ રૂ. 14,999 ફૂડ-ડ્રિંક્સ સહિત) અને ‘બ્રેકિંગ ધ સાયલન્સ’ (5 વ્યક્તિઓનો ગ્રુપ પાસ રૂ. 11,000, ડીજે સાયરસ સાથે) ખાસ આકર્ષણ છે, જ્યારે ‘ઈલેક્ટ્રો ફેસ્ટ NYE’, ‘લાસ્ટ ગોલ્ડન નાઈટ’ અને ‘ધ ગેટ્સબી નાઈટ’ દ્વારા 2026નું ભવ્ય સ્વાગત થશે.
રાજકોટમાં પણ 5 જગ્યાએ પાર્ટીઓ યોજાશે, જ્યાં ‘એબિઝા ફેસ્ટ’માં 10 વ્યક્તિઓના સ્કાયડેક ટેબલ રૂ. 1,15,191માં યુક્રેનની ફેમસ ડીજે લેરા નોતા અને ડીજે ટ્રાપર્સ મોજ કરાવશે, જ્યારે ‘ક્રિમસન વેવ પાર્ટી’ (કપલ VIP સીટિંગ રૂ. 5,499), ‘ગ્રીસ લક્સ ફિએસ્ટા’, ‘ટવેલ્વ-ઓ-વન’ અને ‘લાસ્ટ નાઈટ’ જેવી ઇવેન્ટ્સ ગુજરાતીઓને યાદગાર અંદાજે 2026નું વેલકમ કરાવશે.
આ પણ વાંચો:સિદ્ધપુરમાં થર્ટી ફર્સ્ટને લઈ સઘન પોલીસ ચેકિંગમાં ઝડપાયો ગાંજો
આ પણ વાંચો:રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા પ્રબંધો સાથે થશે નવા વર્ષની ઉજવણી
આ પણ વાંચો:પોલીસની પરવાનગી વિના થર્ટી ફર્સ્ટમાં D.J. નાઈટની ઉજવણી કરી તો સંચાલકો સામે થશે કડક કાર્યવાહી
