Gujarat News/ રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા પ્રબંધો સાથે થશે નવા વર્ષની ઉજવણી

આજે રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા પ્રબંધો સાથે નવા વર્ષની ઉજવણી થશે. નવા વર્ષને આવકારવા અમદાવાદ શહેરના માર્ગોને લઈને જાહેરનામું બહાર પડાયું.

Top Stories Gujarat Others

Ahmedabad News: આજે રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થા (Traffic Managment) અને સુરક્ષા પ્રબંધો (Security Arrangement) સાથે નવા વર્ષની (New Year) ઉજવણી (Celebration) થશે. જેના ભાગરૂપે આજે અમદાવાદમાં સાજે 6 વાગ્યાથી રાત્રે 3 વાગ્યા સુધી સી.જી. રોડ પર સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આજે ધૂમધામથી 31ની ઉજવણી થશે. રાજ્યમાં અનેક સ્થાનો પર થર્ટીફસ્ટની ઉજવણી માટે પાર્ટીનું આયોજન થઈ ગયું છે.

નવા વર્ષને આવકારવા અમદાવાદ શહેરમાં સી.જી. રોડ પર લોકોની ભીડ ભેગી થતી હોય છે. નવા વર્ષ 2025ને આવકારવા શહેરમાં અનેક સ્થાનો પર રોશની કરવામાં આવી છે. થર્ટી ફસ્ટની ઉજવણીને લઈને શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. સી.જી. રોડ જેવા મુખ્ય માર્ગો રાત્રે બંધ કરાશે. આ ઉપરાંત આજની રાત્રે શહેરના અન્ય રસ્તાઓ પણ બંધ રહેશે.

જાહેરનામા મુજબ સી.જી.રોડના સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી ૩૧/૧૨/૨૦૨૪ના કલાક ૧૮.૦૦થી તા.૧/૧/૨૦૨૫ના કલાક ૦૩.૦૦ સુધી રસ્તો બંધ રહેશે. આ સમય દરમ્યાન સી.જી. રોડ પર તમામ પ્રકારના વાહનોની પ્રવેશબંધી રાખવામાં આવી છે. સમથેશ્વર મહાદેવથી બોડીલાઈન ચાર રસ્તા, ગુલબાઈ ટેકરાથી બોડીલાઈન ચાર રસ્તા થઇ સમથેશ્વર મહાદેવ તરફ આમને સામને બંને બાજુ રોડ ચાલુ રાખીને સી.જી. રોડ ક્રોસ કરી શકશે. સી.જી. રોડ ઉપર આવેલ કાયદેસરની બન્ને બાજુ જે પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવેલ છે તે પાર્કિંગ વ્યવસ્થા કલાક ૧૮.૦૦થી બંધ રહેશે.

શહેરમાં સી.જી. રોડ ઉપરાંત આજના સમયનો કહેવાતો આધુનિક પોશ માર્ગ સિંધુ ભવન રોડ પણ કેટલાક સમય બંધ રહેશે. તાજ સ્કાયલાઈન ચાર રસ્તા સુધીનો બન્ને બાજુનો માર્ગ ૩૧/૧૨/૨૦૨૪ના કલાક ૨૦.૦૦થી તા.૧/૧/૨૦૨૫ના કલાક ૦૩.૦૦ સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે. આ જાહેરનામા મુજબ આજે દિવસ દરમ્યાન અને રાત્રિના સમય દરમ્યાન શહેરની અંદર ભારે અને મધ્યમ વાહનોની અવર-જવર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ નહેરુનગર સર્કલથી શિવરંજની ચાર રસ્તા થઇ ઇસ્કોન ચાર રસ્તા સુધીના રોડ પર પણ ખાનગી લક્ઝરીના પાર્કિંગ ઉપર આ સમય દરમિયાન પ્રતિબંધ રહેશે.

ખાસ નોંધનીય બાબત કે જાહેરનામું સરકારી વાહનોને લાગુ પડશે નહી. એટલે કે સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સનાં વાહનોને જાહેરનામાનો નિયમ લાગુ નહિ પડે. આ સમયમાં તાતી જરૂરિયાત લાગતા એવા આ વાહનોની સેવા યથાવત રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં મોરબી રોડ પર બની શરમજનક ઘટના, વીડિયો વાયરલ

આ પણ વાંચો:રાજકોટ પોલીસકર્મી હત્યા કેસમાં સાક્ષીને મારી નાખવાની ધમકી, CCTV આવ્યા સામે

આ પણ વાંચો:રાજકોટમાં આજે બાર એસોસિએશનની ચૂંટણી, પ્રમુખ પદ માટે ત્રિપાંખિયો જંગ