Rajkot News/ રાજકોટમાં આજે બાર એસોસિએશનની ચૂંટણી, પ્રમુખ પદ માટે ત્રિપાંખિયો જંગ

રાજકોટમાં આજે બાર એસોસિએશનની ચૂંટણી યોજાશે. બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે ત્રણ હોદ્દેદારો વચ્ચે જંગ ખેલાશે.

Top Stories Gujarat Rajkot

Rajkot News: રાજકોટમાં આજે બાર એસોસિએશનની ચૂંટણી યોજાશે. બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે ત્રણ હોદ્દેદારો વચ્ચે જંગ ખેલાશે. એસોસિએશનના પ્રમુખ પદ માટે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. જો કે આ વર્ષે એસોસિએશનની ચૂંટણીમાં મતદાનમાં ઘટાડો થવાની શકયતા છે. ન્યુ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડીંગના પ્રથમ માળે એસોસિએશનની ચૂંટણી યોજાશે. આજે સવારે 9 વાગે ચૂંટણીમાં મતદાન શરૂ થઈ ગયું છે. અને બપોરે 3 વાગ્યા સુધી આ મતદાન થશે. એક કલાકના બ્રેક બાદ બપોરે ચાર વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થશે.

બાર એસોસિએશનના સમિતિ સભ્યો મળી કુલ 16 હોદ્દેદારો માટે ચૂંટણી યોજાશે. જેમાં 6 હોદેદારો, 1 મહિલા અનામત અને 9 કારોબારી સભ્ય છે. બાર એસો.ના પ્રમુખ પદ માટેના ત્રિપાંખિયો જંગમાં કાર્યદક્ષ પેનલ, એક્ટિવ પેનલ અને સમરસ પેનલ વચ્ચે જંગ છેડાઈ છે. ચૂંટણીના મેદાનમાં દિલીપ જોશીની કાર્યદક્ષ પેનલ, બકુલ રાજાણીની એક્ટિવ પેનલ અને પરેશ મારૂની સમરસ પેનલ ચૂંટણી મેદાનમાં છે. આ સિવાય પ્રમુખ પદ માટે અન્ય ત્રણ ઉમેદવારોમાં અતુલભાઈ જોશી, કૌશિક પંડ્યા અને હરિસિંહ વાઘેલાએ પણ મેદાનમાં છે. કુલ 51 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું.

આજે સવારે 9 કલાકથી રાજકોટ કોર્ટ પરિસરમાં ચૂંટણીને લઈને પ્રક્રિયા તેજ થઈ છે. ગત ચૂંટણીમાં 3500 જેટલાં વકીલ મતદારો હતા. જેમાંથી 2292 વકીલોએ મતદાન કર્યું હતું. નવી કોર્ટ બન્યા પછી આ પ્રથમ ચૂંટણી છે. આ વખતે બનેલી મતદાર યાદી મુજબ 3699 વકીલ મતદાર છે. સિટી મધ્યે કોર્ટ હતી જેથી મતદાન વધુ થતું હતું. પણ નવી કોર્ટે આવવા જવા 12 કિમિ જેટલું અંતર કાપવું પડે. જેથી મતદાન ઘટી 1800થી 2000માં મતનું થવાની શક્યતા છે. રાજકોટ ઉપરાંત હાઇકોર્ટ અને અન્ય જિલ્લામાં પ્રેક્ટિસ કરતા તેમજ જસદણ ઉપલેટા જેવા સેન્ટરમા વકીલાત કરતા એડવોકેટ પણ રાજકોટ બારના સભ્યો છે. ભાજપ લીગલ સેલ અને સિનિયર વકીલો આ ચૂંટણીથી અલિપ્ત રહ્યા છે. આજે બાસ એસોસિએશનના પ્રમુખ પદમાં કોણ બાજી મારે છે તેના પર સૌ કોઈની નજર રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ 31St ની તૈયારી વચ્ચે ડ્રગ્સનો ઘટસ્ફોટ: 3.5 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

આ પણ વાંચો: અમદાવાદ ક્રાઈમબ્રાંચે PMJAY દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો, માત્ર 5 મિનિટમાં બનાવતા હતા કાર્ડ – 6 આરોપીની ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદની વટવા પોલીસને મળી મોટી સફળતા, 3.60 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો