Diesel-ATF Export Duty Hiked 2026: કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલિયમ ઉત્પાદનોના નિકાસ પર લેવાતા ટેક્સ (એક્સપોર્ટ ડ્યુટી) માં એક ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF – એટલે કે વિમાનમાં વપરાતું ઇંધણ) પર લાગતી એક્સપોર્ટ ડ્યુટીમાં મોટો વધારો કર્યો છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ નવા દરો આજથી એટલે કે 16 June 2026 થી જ દેશભરમાં અમલી બની ગયા છે.
Diesel, ATF અને પેટ્રોલના નવા ટેક્સ દરો શું છે?
સરકારના સત્તાવાર આદેશ અનુસાર, રિફાઇનરી કંપનીઓ માટે સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી (SAED) ના દરો નીચે મુજબ નક્કી કરાયા છે:
હવેથી ડીઝલની(Diesel) વિદેશમાં નિકાસ કરવા પર પ્રતિ લિટર 14 રૂપિયા ટેક્સ વસૂલવામાં આવશે.
વિમાન ઇંધણની નિકાસ પર પ્રતિ લિટર 12.5 રૂપિયા ડ્યુટી ચૂકવવી પડશે.
પેટ્રોલના નિકાસ દરોમાં કોઈ ફેરફાર કરાયો નથી. તે પહેલાની જેમ જ પ્રતિ લિટર 1.5 રૂપિયા યથાવત રાખવામાં આવ્યો છે.
Duty on Diesel and ATF exports increased | The rate of duty will be Rs 14 per litre on exports of diesel and Rs 12.5 per litre on exports of ATF. There is no change in the rate of duty on exports of petrol.
There is no change in the existing excise duty rates on petrol and… pic.twitter.com/SwONmjSxP6
— ANI (@ANI) June 15, 2026
નિકાસ પર આકરો ટેક્સ લગાવવા પાછળનું સાચું કારણ
વાસ્તવમાં, પશ્ચિમ એશિયા (મિડલ ઇસ્ટ) માં ચાલી રહેલી ભયાનક સૈન્ય કટોકટી અને તણાવના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ તેમજ પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો આકાશને આંબી રહી છે. આવી સ્થિતિમાં રિફાઇનરી કંપનીઓ માટે દેશના સ્થાનિક બજારમાં ઇંધણ વેચવા કરતાં વિદેશમાં મોંઘા ભાવે નિકાસ કરવું વધુ નફાકારક સાબિત થઈ રહ્યું હતું.
ખાનગી અને સરકારી રિફાઇનરી કંપનીઓ માત્ર અંધાધૂંધ નફાની લાલચમાં આવીને તમામ ઇંધણ વિદેશ ન મોકલી દે અને દેશની અંદર પેટ્રોલ-ડીઝલની (Diesel) કૃત્રિમ અછત ઊભી ન થાય, તે હેતુથી સરકારે આ પ્રતિબંધાત્મક પગલું ભર્યું છે. આ ટેક્સ રેટ્સ કાયમી હોતા નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય ભાવોના આધારે દર 15 દિવસે તેની કડક સમીક્ષા કરવામાં આવે છે. આ પૂર્વે છેલ્લે 1 June 2026 ના રોજ રેટ્સ બદલાયા હતા.
શું તમારા ખિસ્સા પર આની કોઈ અસર થશે?
સામાન્ય નાગરિકો અને વાહનચાલકોએ આ નિર્ણયથી જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ વધારો માત્ર ભારતમાંથી વિદેશમાં એક્સપોર્ટ થતા ઇંધણ પર જ લાગુ કરવામાં આવ્યો છે. દેશના સ્થાનિક માર્કેટમાં કે તમારા શહેરના પેટ્રોલ પંપ પર વેચાતા પેટ્રોલ અને ડીઝલ(Diesel) પરની એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. તેથી સ્થાનિક સ્તરે ઇંધણના ભાવો એકદમ સ્થિર રહેશે અને સામાન્ય જનતાના ખિસ્સા પર આનો કોઈ જ વધારાનો બોજ નહીં આવે.
