Gujarat News:માર્ગ અકસ્માતોમાં વધતા મોતના પ્રમાણને રોકવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા માટે ગુજરાત ટ્રાફિક પોલીસે મોટી સર્વોચ્ચ કાર્યવાહી હાથ ધરી છે. આજથી એટલે કે 1 મે 2026થી રાજ્યભરમાં એક મહિના સુધી વિશેષ હેલ્મેટ ડ્રાઈવ (Helmet Drive) શરૂ કરવામાં આવી છે.
રાજ્યના ટ્રાફિક વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ મુજબ, સરકારી તેમજ બિન-સરકારી તમામ વાહનચાલકો માટે આ ડ્રાઈવ (Helmet Drive) અમલમાં આવશે. ખાસ કરીને વિવિધ સરકારી કચેરીઓ, વિભાગો અને કાર્યાલયોના મુખ્ય ગેટ પર વાહન ચેકિંગની સઘન તૈનાતી કરવામાં આવશે.

હેલમેટ વિના વાહન ચલાવનાર સામે કાર્યવાહીના આદેશ
1 મે થી 31 મે 2026 સુધી પૂરા એક મહિના દરમિયાન ખાસ અભિયાન (Helmet Drive) હાથ ધરવામાં આવશે, જેમાં ટુ-વ્હીલર વાહનચાલકો તેમજ પિલિયન રાઈડર બંને માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે. આ દરમિયાન સરકારી કચેરીઓ, કલેક્ટર કચેરી, તાલુકા કચેરીઓ, મ્યુનિસિપલિટી તેમજ અન્ય સરકારી અને અર્ધસરકારી કાર્યાલયોના પ્રવેશદ્વારે કડક ચેકિંગ હાથ ધરાશે. હેલ્મેટ વિના જોવા મળનાર વાહનચાલકો સામે તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે અને જરૂરી હોય તો કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે.

હેલમેટ ડ્રાઈવના (Helmet Drive) ડે ટુ ડે રિપોર્ટ સોંપવા આદેશ કરાયો
ટ્રાફિક વિભાગે તમામ જિલ્લા અને શહેરી ટ્રાફિક પોલીસને ડે-ટુ-ડે રિપોર્ટ મોકલવાના આદેશ પણ આપ્યા છે, જેથી ડ્રાઈવની અસરકારકતાનું સતત મોનિટરિંગ થઈ શકે.આ ડ્રાઈવની જાહેરાત સાથે જ અનેક સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન અનેક રાજકીય પાર્ટીઓ અને નેતાઓએ બાઈક રેલીઓનું આયોજન કર્યું હતું. આ રેલીઓમાં મોટા ભાગના કાર્યકર્તાઓ અને નેતાઓ હેલ્મેટ વગર બાઈક પર નીકળ્યા હતા. તે સમયે કોઈની સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી.હવે ચૂંટણી પૂરી થતાંની સાથે જ કડક હેલ્મેટ ડ્રાઈવ (Helmet Drive) શરૂ કરવામાં આવતા લોકોમાં વિરોધ અને અસંતોષ વ્યક્ત થઈ રહ્યો છે.
આ પણ વાંચો:અમદાવાદ શહેરમાં આજથી ‘હેલ્મેટ ડ્રાઈવ’ શરૂ, હેલ્મેટ નહીં તો તૈયાર રહો દંડ માટે
આ પણ વાંચો:રાજકોટમાં હેલ્મેટ માટે સ્પેશિયલ ડ્રાઈવ સામે લોકોમાં રોષ, કહ્યું પહેલા ખાડા દૂર કરો
