Ahmedabad News/ અમદાવાદ શહેરમાં આજથી ‘હેલ્મેટ ડ્રાઈવ’ શરૂ, હેલ્મેટ નહીં તો તૈયાર રહો દંડ માટે

જો હેલ્મેટ નહીં પહેરો તો દંડ ભરવા તૈયાર રહેવું પડશે,

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરમાં આજથી ટ્રાફિક પોલીસ (Traffic Police) દ્વારા હેલ્મેટ ડ્રાઈવ (Helmet Drive) શરૂ કરવામાં આવી છે, ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) વિકાસ સહાયના આદેશનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.  DGPના આદેશ બાદ ટ્રાફિક પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળશે.

Two-wheeler riders, you could soon face heavy penalties for using helmets  without the ISI mark - India Today

અમદાવાદીઓ, આજથી ચેતી જજો. વાહનચાલકોએ આજથી ઘરની બહાર નીકળતા હેલ્મેટ પહેરવું ફરજીયાત રહેશે. આજથી અમદાવાદીઓ પર દંડનીય કાર્યવાહીનો વિધિવત આરંભ થઈ ગયો છે. હવે જો હેલ્મેટ વગર નીકળ્યા તો રૂપિયા 500નો દંડ ભરવો પડશે. શાહીબાગ ડફનાળા પાસે ટ્રાફિક પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. હેલ્મેટ વગર આવતા વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી શરુ થઈ ગઈ છે.

No Helmet - No Safety' drive launched in Vijayawada

રસ્તે આવતા જતા લોકો સામે ટ્રાફિક પોલીસ હવે ઊણું વલણ દાખવશે નહીં, જો હેલ્મેટ નહીં પહેરો તો દંડ ભરવા તૈયાર રહેવું પડશે, વધુમાં કારચાલકોએ સીટબેલ્ટનો નિયમ તોડ્યો તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આજે શહેરના જુદા જુદા વિસ્તારમાં નિયમ તોડતા લોકો જાત-જાતના બહાના બનાવતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે દિનપ્રતિદીન વધતા અકસ્માતો, તેના કારણે થતાં મોતની વણઝારને અટકાવવા ગુજરાત પોલીસે કડક વલણ દાખવ્યું છે.

Hyderabad traffic police to launch special drive against wrong-side driving,  those riding without helmet-Telangana Today


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હેલ્મેટ ડ્રાઇવના પ્રથમ દિવસે 98.96% સરકારી કર્મચારીઓએ નિયમનો કર્યો અમલ

આ પણ વાંચો:હેલ્મેટ નહિ પહેરેલા સરકારી કર્મચારી સામે થશે દંડનીય કાર્યવાહી, રાજ્ય પોલીસ વડાનો આદેશ

આ પણ વાંચો:ગયા વર્ષે અકસ્માતમાં હેલ્મેટ વિના 2767 જણાએ જીવ ગુમાવ્યા