World News/ હોર્મુઝમાં અમેરિકાની કડક નાકાબંધી છતાં ભારતનું LPG જહાજ કંડલા પહોંચ્યું, ટ્રમ્પની વિરોધાભાસી નીતિ

હોર્મુઝની સામુદ્રધુનીમાં અમેરિકી Trump દ્વારા નાકાબંધી વચ્ચે ભારતનું 20,400 મેટ્રિક ટન LPG જહાજ સુરક્ષિત રીતે કંડલા પહોંચ્યું છે. બીજી તરફ IMF એ ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક મંદીની ગંભીર ચેતવણી આપી છે.

Top Stories World
Trumpની 'ડબલ ઢોલકી' નીતિ

Donald Trump Iran Policy 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકાએ હોર્મુઝની સામુદ્રધુનીમાં 10,000 સૈનિકો ખડકીને કડક નાકાબંધી કરી હોવા છતાં, મુંબઈની ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગ કંપનીનું LPG ટેન્કર ‘જગ વિક્રમ’ આશરે 20,400 મેટ્રિક ટન ગેસનો જથ્થો લઈને સુરક્ષિત રીતે ગુજરાતના કંડલા બંદર પર પહોંચી ગયું છે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોમાં ભારે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, જેના કારણે વૈશ્વિક બજારમાં અસ્થિરતા વધી છે.

Trumpની ‘ડબલ ઢોલકી’ નીતિ

ડોનાલ્ડ ટ્રમ્પના (Trump) તાજેતરના નિવેદનોએ દુનિયાને મુંઝવણમાં મૂકી દીધી છે. એક તરફ તેઓ ફોક્સ ન્યૂઝ પર યુદ્ધવિરામની વાતો કરે છે, જ્યારે બીજી તરફ ન્યૂઝ પર યુદ્ધવિરામ લંબાવવાનો ઇનકાર કરીને આગામી 2 દિવસને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા છે. ટ્રમ્પે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની પર પણ આકરા પ્રહારો કરતા કહ્યું કે તેમણે ઇરાન સામેના યુદ્ધમાં અમેરિકાનો (Trump) સાથ આપીને હિંમત બતાવી નથી.

IMFની વૈશ્વિક મંદીની ચેતવણી

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ ચેતવણી આપી છે કે જો ઈરાન યુદ્ધ વધશે તો વૈશ્વિક અર્થતંત્ર મંદીમાં ધકેલાઈ શકે છે. આ સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલની કિંમત 2026 માં સરેરાશ 110 ડોલર અને 2027 માં 125 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. જો સ્થિતિ વધુ બગડશે તો વૈશ્વિક વિકાસ દર 3.1% થી ઘટીને માત્ર 2% રહી જશે.

ઇઝરાયેલ-લેબનોન સરહદ પર ગાઝા જેવી રણનીતિ

અહેવાલો મુજબ, ઇઝરાયેલી સેના દક્ષિણ લેબનોનના સરહદી ગામોને બુલડોઝર વડે સંપૂર્ણપણે સાફ કરી રહી છે. સેના ગાઝા જેવી રણનીતિ અપનાવીને ઘરોને તોડી પાડવા માટે યાદી બનાવી રહી છે અને લિતાની નદીની દક્ષિણમાં 20 કિમી અંદર સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ હિઝબુલ્લાહે પણ છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલ પર 34 સૈન્ય હુમલા કર્યાનો દાવો કર્યો છે.

રશિયાની ચીનને ઓફર

અમેરિકા (Trump) દ્વારા ઈરાની તેલ પર લાદવામાં આવેલી નાકેબંધી વચ્ચે રશિયાએ ચીનને મદદનો હાથ લંબાવ્યો છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે દાવો કર્યો છે કે રશિયા ચીનની ઊર્જા જરૂરિયાતોમાં આવેલી કોઈપણ અછતને પૂરી કરવા તૈયાર છે. ચીન અત્યાર સુધી ઈરાનના તેલનો સૌથી મોટો ખરીદનાર રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય મદદ અને ગઠબંધન

કેનેડા: લેબનોન માટે 40 મિલિયન ડોલરની માનવીય સહાય જાહેર કરી.

યુરોપિયન દેશો: હોર્મુઝમાં જહાજોની અવરજવર સામાન્ય કરવા માટે એક આંતરરાષ્ટ્રીય ગઠબંધન બનાવી રહ્યા છે, જેમાં અમેરિકા (Trump) ને સામેલ કરવામાં આવ્યું નથી.

અમેરિકી નાકાબંધી: સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) મુજબ, અમેરિકી ડિસ્ટ્રોયર જહાજો ઈરાનના બંદરો પર કડક નજર રાખી રહ્યા છે અને કોઈ પણ જહાજને તપાસ વગર છોડવામાં આવતું નથી.

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે અમેરિકામાં ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામ માટે પ્રથમ રાઉન્ડની વાટાઘાટો થઈ છે, જે સકારાત્મક ગણવામાં આવી રહી છે, પરંતુ અંતિમ નિર્ણય હજુ બાકી છે.


આ પણ વાંચો :  ઈરાનના 8 તેલ ટેન્કરોને અમેરિકાએ અધવચ્ચે રોક્યા, ટ્રમ્પની નાકેબંધીથી ઈરાનનો 90% વેપાર ઠપ

આ પણ વાંચો :   PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ઈરાન યુદ્ધ પર 40 મિનિટ ચર્ચા, હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે લીધો મોટો નિર્ણય

આ પણ વાંચો :  ઈરાન સાથે 2 દિવસમાં વાતચીત શક્ય’, ટ્રમ્પે પાકિસ્તાન આર્મી ચીફના કર્યા વખાણ.