PM Modi-Trump Call Summary: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. અંદાજે 40 મિનિટ ચાલેલી આ ચર્ચામાં મુખ્યત્વે ઈરાન યુદ્ધ અને વૈશ્વિક ઉર્જા સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓએ સંમતિ વ્યક્ત કરી હતી કે વૈશ્વિક અર્થતંત્ર માટે ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Hormuz Strait) ખુલ્લું અને સુરક્ષિત રહેવું અત્યંત અનિવાર્ય છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર આ વાતચીતને ખૂબ જ સકારાત્મક ગણાવી હતી.
ભારત-અમેરિકા વચ્ચે ઉર્જા કરારના સંકેત
અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું હતું કે, આ વાતચીત દરમિયાન હોર્મુઝની નાકેબંધીના મુદ્દે ગંભીર ચર્ચા થઈ હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે, આગામી થોડા દિવસો અથવા અઠવાડિયામાં ભારત અને અમેરિકા વચ્ચે ઉર્જા ક્ષેત્રે (Energy Sector) મોટા અને મહત્વના કરારો થઈ શકે છે.
મિત્રતા અને પરસ્પર સન્માન
રાજદૂત ગોરના જણાવ્યા મુજબ, પીએમ મોદીએ (PM Modi) ટ્રમ્પને કહ્યું કે, “ભારતના લોકો તમને પસંદ કરે છે,” જેના જવાબમાં ટ્રમ્પે પણ ભારત પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ ભારત-અમેરિકાના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.
20 દિવસમાં બીજી વખત PM Modi અને તરૂમપ વચ્ચે વાતચીત
છેલ્લા 20 દિવસમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે આ બીજી મુલાકાત/વાતચીત છે. આ પહેલા 24 માર્ચના રોજ પણ બંને નેતાઓએ મિડલ ઈસ્ટની સ્થિતિ પર ચર્ચા કરી હતી. ભારત સતત આ વિસ્તારમાં તણાવ ઓછો થાય અને શાંતિ સ્થપાય તેવા પ્રયત્નો પર ભાર મૂકી રહ્યું છે.
એલોન મસ્ક અંગેના દાવાઓનું ખંડન
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ વાતચીત દરમિયાન એલોન મસ્ક પણ હાજર હતા. જોકે, ભારત સરકારે આ અહેવાલોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે અને તેને ખોટા ગણાવ્યા છે.
આ પણ વાંચો : અમેરિકા અને ઈરાન વચ્ચેની 21 કલાકની મંત્રણા નિષ્ફળ, હોર્મુઝ અને પરમાણુ શરતો પર પેંચ ફસાયો
