Vadodara Bridge Collapse/ 2012માં સ્ટ્રક્ચરલ રિપોર્ટમાં ગંભીરા બ્રિજને ભયજનક ગણાવાયો હતો

વડોદરા-આણંદને જોડતો ગંભીરા પુલ તૂટી પડવાથી રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ છે. હવે આ પુલને લઈને ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. વાસ્તવમાં છેક 2012ના સ્ટ્રકચરલ ખતરનાક અને સમારકામની જરૂર હોવાનું જણાવાયું હતું.

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરા-આણંદને જોડતો ગંભીરા પુલ તૂટી પડવાથી રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ છે. હવે આ પુલને લઈને ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. વાસ્તવમાં છેક 2012ના સ્ટ્રકચરલ ખતરનાક અને સમારકામની જરૂર હોવાનું જણાવાયું હતું. હવે વિચાર કરો તંત્ર 13-13 વર્ષ સુધી નિંદ્રામાં રહ્યુ, પછી પુલ નીચે જ આવેને. આના કારણે ઘણા લોકો એમ પણ કહે છે કે આ પુલ નહીં પણ વિકાસ ખાબક્યો છે.

પુલ અંગે 2012ના સ્ટ્રક્ચરલ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે આરસીસી સ્લેબમાં તિરાડો છે, સળિયામાં કાટ લાગ્યો છે, સાંધા ખુલ્લા છે, કોર્સ અને ગર્ડર તૂટી ગયા છે, વનસ્પતિ ઉગી રહી છે અને રેલિંગ સંપૂર્ણપણે જર્જરિત છે. ચેતવણી આપવામાં આવી હતી કે પુલ તેના ડિઝાઇન લાઇફના સમયગાળાના 75 ટકા પૂર્ણ કરી ચૂક્યો છે, છતાં તંત્રએ 13 વર્ષ સુધી કોઈ નક્કર પગલાં લીધા ન હતા.2012ના અહેવાલમાં જ ઉલ્લેખ છતાં પ્રશ્ન એ છે કે તંત્રએ 2012ના અહેવાલને કેમ અવગણ્યો? આ પુલને લઈને કેમ કોઈ પગલાં ન લેવાયા. શું તંત્ર દરેક પુલને લઈને તેનું સંપૂર્ણ રિપેરિંગ કરવાના બદલે કે તેને ઉતારી લેવાના બદલે તેને થીગડા મારીને જ ચલાવવાનો અભિગમ ધરાવે છે.

13 જુલાઈ, 2025ના રોજ આ ઘોર બેદરકારીએ 14 લોકોના જીવ લીધા હતા. તંત્રએ 2012નો અહેવાલ પ્રકાશિત કરવો જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવી જોઈએ અને ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આ માત્ર પુલની નિષ્ફળતા જ નથી પણ વહીવટીતંત્રની ઘોર નિષ્કાળજીનું પરિણામ છે.

આ પુલ 40 વર્ષ જૂનો છે અને જર્જરિત થઈ ગયો છે

વડોદરા અને આણંદ જિલ્લાઓને જોડતો મહી નદી પર બનેલો ગંભીરા પુલ નામનો આ પુલ 40 વર્ષ જૂનો છે અને જર્જરિત થઈ ગયો છે. સમયાંતરે તેના માળખા પર સમારકામનું કામ કરવામાં આવ્યું છે. આજે સવારે, જ્યારે ઘણા વાહનો આ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે થાંભલા નંબર ત્રણ અને ચાર વચ્ચેનો લગભગ 20 મીટર લાંબો ભાગ અચાનક ધડાકા સાથે તૂટી પડ્યો, જેના કારણે મોટો પુલ બે ભાગમાં વહેંચાઈ ગયો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત

આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે

આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે