Bharuch News/ આમોદમાં પતંગ ચગાવતી વખતે બાળક ચોથા માળેથી નીચે પટકાયો, બાળકનો આબાદ બચાવ

આમોદમાં પતંગ (Kite) ચગાવતી વખતે 10 વર્ષીય બાળક શોપિંગ સેન્ટર પરથી ચોથા માળેથી પટકાયું. સમયસર સારવાર મળતાં બાળકનો આબાદ બચાવ થયો.

Gujarat Others Trending
Kite

Bharuch Kite Accident News:  ભરૂચ જિલ્લાના આમોદમાં પતંગ (Kite) ચગાવવાની મજા દરમિયાન એક અકસ્માત સર્જાયો હતો. આમોદના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટર ઉપરથી ચોથા માળેથી 10 વર્ષીય બાળક અચાનક નીચે પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જોકે સમયસર સારવાર મળતા બાળકનો જીવ બચી ગયો છે.

પતંગ (Kite) ચગાવતી વખતે બાળકે ગુમાવ્યું સંતુલન 

મળતી માહિતી મુજબ, આમોદના નાના તળાવ મારુવાસ વિસ્તારમાં રહેતો દેવરાજ પ્રવીણ વાઘેલા પતંગ (Kite) ચગાવી રહ્યો હતો. આ દરમિયાન સંતુલન ગુમાવતા તે શોપિંગ સેન્ટરની છત પરથી નીચે પટકાયો હતો. અકસ્માતમાં બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી.

બાળકને સારવાર અર્થે ખસેડાયો 

ઘટનાની જાણ થતાં આમોદના મુખ્ય બજારમાં લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતા સ્થાનિકોએ સમય બગાડ્યા વગર બાળકને બાઈક મારફતે તાત્કાલિક આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડ્યો હતો. હોસ્પિટલમાં તબીબોએ બાળકની તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. માથાના ભાગે ગંભીર ઇજા હોવા છતાં તબીબોની ઝડપી કાર્યવાહીથી દેવરાજનો જીવ બચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ બાળકની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.

પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો

ઘટનાની જાણ થતાં બાળકની માતા પણ તાત્કાલિક ઘટના સ્થળે તેમજ ત્યારબાદ હોસ્પિટલ પહોંચી હતી. બાળકની તબિયત સ્થિર હોવાનું જણાતા પરિવારજનોનેએ રાહતનો શ્વાસ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મકરસંક્રાંતિનો (Kite Festival)તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સતત આવી ઘટનાઓ સામે આવતી હોય છે. પતંગ (Kite) ચગાવતી વખતે થતી બેદરકારી ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. તેથી માતા-પિતાએ સતર્કતા રાખી પોતાના બાળકો પર વિશેષ નજર રાખવી જરૂરી બની છે, જેથી કોઈ મોટી દુર્ઘટના બનતાં અટકાવી શકાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: SIRની કામગીરી બાદ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરાઈ : 4.34 કરોડ મતદારો નોંધાયા

આ પણ વાંચો:અમદાવાદ જિલ્લા SIR-2025 અંતર્ગત ડ્રાફ્ટ મતદારયાદી જાહેર

આ પણ વાંચો: ગુજરાતમાં SIRની કામગીરીઃ 41 લાખ મતદારોના નામ બાકાત