Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ગંભીર ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે સ્થાપિત સોલાર પાવર પ્લાન્ટમાં મોટા પાયે ગેરરીતિઓ થયાના આક્ષેપ સાથે જિલ્લા કલેકટર(Collector) સામે વધુ એક ફરિયાદ નોંધાવાની તૈયારી કરવામાં આવી છે. આ મામલે NS સોલાર કંપની અને કરવામાં આવ્યો છે.

ગામના ખેડૂત અશ્વિન પટેલે આ સમગ્ર મામલે ખુલ્લેઆમ ફરિયાદ કરી છે. તેમના જણાવ્યા મુજબ સોલાર પ્લાન્ટ માટે મંજૂરી આપતી વખતે નિયમોને નેવે મૂકવામાં આવ્યા હતા અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે અંદાજે 850 કરોડ રૂપિયાના ખર્ચે સોલાર પ્લાન્ટ ઊભો કરાયો હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જેમાં ખર્ચ, ટેન્ડર પ્રક્રિયા અને મંજૂરીઓ અંગે શંકાસ્પદ પરિસ્થિતિઓ છે.
કલેક્ટર(Collector) દ્વારા મંજુરી આપવામાં આવી હોવાનો આરોપ
વિશેષ વાત એ છે કે આ સોલાર પ્લાન્ટ ઘુડખર અભ્યારણની નજીક આવેલો હોવા છતાં જિલ્લા કલેકટર (Collector) દ્વારા મંજૂરી આપવામાં આવી હોવાનો આરોપ છે. પર્યાવરણ સંરક્ષણના નિયમો અને વન્યજીવ અભ્યારણની આસપાસ વિકાસકાર્યો માટેના કાયદાનો ભંગ થયો હોવાની પણ ફરિયાદમાં નોંધ કરવામાં આવી છે.

ખેડૂત અશ્વિન પટેલે જણાવ્યું છે કે તેમણે આ મામલે માત્ર સ્થાનિક સ્તરે નહીં પરંતુ PMO ઓફિસ, એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સહિતના વિવિધ વિભાગોમાં લેખિત ફરિયાદો કરી છે. તેમણે ઉચ્ચસ્તરીય તપાસની માંગ સાથે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.

આ સમગ્ર મામલો બહાર આવતા રાજકીય અને વહીવટી વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. જો આ આરોપો સાચા સાબિત થાય તો સોલાર પ્રોજેક્ટની મંજૂરી પ્રક્રિયા અને જિલ્લા વહીવટ પર ગંભીર સવાલો ઊભા થવાની શક્યતા છે. હવે તમામની નજર તપાસ એજન્સીઓ પર છે કે તેઓ આ ફરિયાદ પર શું પગલાં લે છે.
