ભારતીય સેના હવે પોતાના સૈનિકો માટે સોશિયલ મીડિયા (Social Media) અને સંચાર એપ્સના ઉપયોગ અંગે નવા નિયમો અમલમાં લાવી રહી છે. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સૈનિકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો કેવી રીતે ઉપયોગ કરી શકે છે.
સૈનિકો (Soldiers) સોશિયલ મીડિયા પર લાઈક, શેર અને કોમેન્ટ પર પ્રતિબંધ
ઉદાહરણ તરીકે, ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ હવે સૈનિકો (Soldiers) માત્ર માહિતી જોવા અને પરિસ્થિતિની નજર રાખવા માટે થઈ શકે છે. સૈનિકો ઈન્સ્ટાગ્રામ પર કોમેન્ટ કરવા કે પોતાના વિચારો શેર કરવા માટે અધિકૃત નથી.

તે જ સમયે, સ્કાયપ, વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવા મેસેજિંગ પ્લેટફોર્મ પર સામાન્ય અને સંવેદનશીલ ન હોવાથી માહિતી શેર કરવાની છૂટ છે. જોકે એવી માહિતી માત્ર વિશ્વસનીય લોકો સાથે જ શેર કરી શકશે. સૈનિકો (Soldiers) ની જવાબદારી છે કે તેઓ જે વ્યક્તિને માહિતી મોકલતા હોય તેને સારી રીતે ઓળખે હોય. તે ઉપરાંત, YouTube, X, Quora, અને Instagram જેવા પ્લેટફોર્મો પર માહિતી ફક્ત શૈક્ષણિક અથવા માહિતીપ્રદ હેતુ માટે જ શેર કરી શકે છે. કોઈપણ વ્યક્તિગત અથવા ખાનગી સામગ્રી અહીં અપલોડ ન કરી શકશે.
તેમજ સેના (Soldiers) ના અધિકારીઓએ જણાવ્યું છે કે સૈનિકો (Soldiers) LinkedInનો ઉપયોગ માત્ર રિઝ્યુમે અપલોડ કરવા અથવા નોકરી/કર્મચારી વિશે માહિતી મેળવવા માટે જ કરી શકે છે. આ નિયમ લાગુ કરવાનો મુખ્ય હેતુ સૈનિકો (Soldiers) ની સુરક્ષા અને મહત્વની માહિતીની રક્ષા કરવી છે.
આ પણ વાંચો: ભારતીય સેના યુદ્ધ વ્યૂહરચના અને ટેકનોલોજી પર રાષ્ટ્રીય સેમિનાર, મહુમાં નો-ફ્લાય ઝોન!
આ પણ વાંચો: ભારતીય સેનાની બહાદુરી જોઈને પાકિસ્તાને યુદ્ધ બંધ કરવાની ભીખ માંગી’, કાનપુરમાં પીએમ મોદીએ કહ્યું
આ પણ વાંચો: ભારતીય સેના 2000 કરોડમાં ખરીદશે 850 કામિકાઝે ડ્રોન, યુદ્ધ ક્ષમતામાં મોટો વધારો
