Covid-19/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસની સરખામણીએ રિકવર કેસ વધ્યા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14,300 નવા કેસ નોંધાયા છે…..

India

બ્રિટન બાદ કોરોનાનો નવો સ્ટ્રેનનો ભારતમાં પ્રવેશ થઇ ચુક્યો છે. જો કે દેશ માટે રાહતનાં સમચાર છે કે કોરોના વાયરસનું સંક્રમણ હાલ નબળુ પડતુ જોવામાં આવી રહ્યું છે. હાલની સ્થિતિએ કહી શકાય કે કોરોનાનો કહેર કાબૂમાં જોવામાં આવી રહ્યો છે. જણાવી દઇએ કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14,300 નવા કેસ નોંધાયા છે. જ્યારે રિકવર થનાર દર્દીઓની સંખ્યા 17,100 આવી છે.

દેશમાં છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ રિકવરી રેટમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના વેક્સિન આવવાથી લોકોમાં આશાની નવી કિરણ જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કરેલા આંકડા પ્રમાણે સંખ્યામાં ઘટાડા સામે સજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં રિકવરી રેટમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશમાં નવા 14,300 કેસ સામે 17,100 દર્દીઓ સાજા થયા છે. તેમજ અત્યાર સુધીમાં કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 1.82 લાખ પર પહોંચી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો