ભારતના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદે કહ્યું હતું કે માત્ર આગામી રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જ નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટીની હાલત પણ એ હદે પહોચી ગઈ છે કે, તે તેનું ભવિષ્ય નક્કી કરી શક્તી નથી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે કોંગ્રેસની હાલની પરિસ્થિતિ અંગે મોટું નિવેદન આપ્યું છે. સલમાન ખુર્શીદે કહ્યું છે કે પાર્ટી સંઘર્ષના સમયમાંથી પસાર થઈ રહી છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં યોજાનારી ચૂંટણીમાં પાર્ટીની જીતની સંભાવના નથી. ભારતના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદે કહ્યું હતું કે માત્ર આગામી રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જ નહીં પરંતુ કોંગ્રેસ પાર્ટીની હાલત પણ એટલી સપાટીએ પહોંચી ગઈ છે કે તે તેનું ભવિષ્ય નક્કી કરી શકશે નહીં.
સલમાન ખુર્શીદે કહ્યું કે કોંગ્રેસને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે 2019 ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટી હારથી બહાર આવવામાં અસમર્થ છે.
સોમવારે સલમાન ખુર્શીદે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ રાહુલ ગાંધીએ ઉતાવળમાં પાર્ટી અધ્યક્ષ પદ છોડી દીધું હતું. તેમની માતા સોનિયા ગાંધીને કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. નવા પાર્ટી અધ્યક્ષ અંગે નિર્ણય ઓક્ટોબરમાં રાજ્યોમાં ચૂંટણીઓ યોજાયા પછી જ લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
