World News/ ઈરાનના 8 તેલ ટેન્કરોને અમેરિકાએ અધવચ્ચે રોક્યા, ટ્રમ્પની નાકેબંધીથી ઈરાનનો 90% વેપાર ઠપ

અમેરિકાએ Iran વિરુદ્ધ દરિયાઈ નાકેબંધી તેજ કરી છે. ઓમાનની ખાડીમાં ઈરાનના 8 તેલ ટેન્કરોને અટકાવી પરત મોકલવામાં આવ્યા છે, જેનાથી ઈરાનનો 90% વેપાર ઠપ થઈ ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Top Stories World
Iran

International News Summary: અમેરિકાએ મધ્ય પૂર્વના સમુદ્રમાં પોતાની પકડ મજબૂત કરતા ઈરાન (Iran)વિરુદ્ધ અત્યંત કડક દરિયાઈ નાકેબંધી (Blockade) લાગુ કરી છે. WSJ ના અહેવાલ મુજબ, અમેરિકી નૌસેનાએ ઈરાન સાથે જોડાયેલા 8 તેલ ટેન્કરોને ઓમાનની ખાડીમાં અટકાવ્યા છે. આ જહાજો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પાર કરી ગયા હતા, પરંતુ અમેરિકી દળોએ તેમને વચ્ચે દરિયામાં આંતરીને પરત ફરવા મજબૂર કર્યા હતા. અમેરિકી નૌસેનાની રણનીતિ અને ઈરાનની આર્થિક સ્થિતિ વિષે  સામાન્ય માહિતી.

સતત મોનિટરિંગ અને ઇન્ટરસેપ્શન

અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ, જેમ જ કોઈ જહાજ ઈરાનના બંદર પરથી નીકળે છે, અમેરિકી દળો તેની દરેક હરકત પર નજર રાખવાનું શરૂ કરી દે છે. જ્યારે આ જહાજો ઓમાનની ખાડી તરફ આગળ વધે છે, ત્યારે તેમને અધવચ્ચે રોકીને પાછા મોકલી દેવામાં આવે છે. આ રણનીતિ હેઠળ જ અત્યાર સુધીમાં 8 જહાજોને અટકાવવામાં આવ્યા છે.

36 કલાકમાં Iranને મોટો ફટકો

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના એડમિરલ બ્રૈડ કૂપરે દાવો કર્યો છે કે નાકેબંધી લાગુ થયાના માત્ર 36 કલાકમાં જ ઈરાનનો (Iran) સમુદ્ર માર્ગે થતો વેપાર લગભગ અટકી ગયો છે. ઈરાનની અર્થવ્યવસ્થા 90% આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર પર નિર્ભર છે, તેથી આ કાર્યવાહીની સીધી અને ગંભીર અસર ઈરાનની આર્થિક ગતિવિધિઓ પર પડી છે.

સમુદ્ર પર અમેરિકાનું વર્ચસ્વ

એડમિરલ કૂપરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મિડલ ઈસ્ટના સમુદ્ર પર હવે માત્ર અમેરિકાનું રાજ છે અને તેમની ‘મેરીટાઇમ સુપિરિયોરિટી’ (દરિયાઈ બાદશાહત) અકબંધ છે.

ટ્રમ્પનું કડક વલણ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે ઈરાન(Iran) પાસે પરમાણુ બોમ્બ હોવો તેમને સ્વીકાર્ય નથી. ટ્રમ્પે હાલમાં યુદ્ધવિરામ (Ceasefire) વધારવાનો પણ ઈનકાર કર્યો છે. હાલમાં હોર્મુઝ અને ઓમાનની ખાડીમાં અમેરિકી સેનાની ગતિવિધિઓ ચરમસીમાએ છે.


આ પણ વાંચો :    અમેરિકા અને ઈરાન વચ્ચેની 21 કલાકની મંત્રણા નિષ્ફળ, હોર્મુઝ અને પરમાણુ શરતો પર પેંચ ફસાયો