In Surat/ સુરતમાં હોળી પહેલા જ થઈ ગઈ બબાલ, પોલીસે ત્રણ બાળકિશોર હુમલાખોરને ઝડપી પાડ્યા

વિક્રમ ગોંડલીયાને હાથના ભાગે ચપ્પુ મારી દીધું હતું..અને ત્યાર બાદ અન્ય એક બાળકે ચાવી વડે મુક્કો માર્યો હતો..અને ત્યારબાદ પાછળથી…….

Top Stories Gujarat

Surat News: સુરતમાં હોળી પહેલા જ બબાલો શરૂ થઈ ગઈ છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ધુળેટી પહેલા પાણી ભરેલા ફુગ્ગા મારવા બાબતે ઠપકો આપતા આ વાતની અદાવત રાખી એક યુવક પર ત્રણ જેટલા ઈસમો ચપ્પુ લઈ તૂટી પડયા હતા. જેમાં યુવકને ઇજા થતાં હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા ત્રણ બાળકિશોર હુમલાખોરને ઝડપી પાડયા હતા..

હાલ હોળી ધુળેટી નો તહેવાર આવી ગયો છે..આ તહેવાર માટે એક ખાસ વાક્ય કહેવામાં આવે છે..હોલી હે ભાઈ હોલી હે બુરા ના માનો હોલી હે……પરંતુ અમુક સંજોગ એવા સર્જાય છે જેમાં લોકો વગર મતલબના અન્યને હેરાન કરી બબાલ કરતા હોય છે. તેવી જ ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં ધુળેટી પહેલાજ પાણી ન ફુગ્ગા મારવા બાબતે માથાકૂટ થઈ હતી..કાપોદ્રા વિસ્તારમાં આવેલ પૂર્વી સોસાયટીમાં વિક્રમ ગોંડલીયા નામનો યુવાન પસાર થતો હતો તે દરમ્યાન બાળકોએ તેમના પર પાણી ભરેલા ફુગ્ગા ફેંક્યા હતા.

જેથી વિક્રમ ગોંડલીયાના કપડાં ખરાબ થતા બાળકોને ઠપકો આપવા ઉભા રહ્યા હતા તે દરમ્યાન બાળકોએ તેમની પાસે રહેલું ચપ્પુ બહાર કાઢ્યું હતું. અને વિક્રમ ગોંડલીયાને હાથના ભાગે ચપ્પુ મારી દીધું હતું..અને ત્યાર બાદ અન્ય એક બાળકે ચાવી વડે મુક્કો માર્યો હતો..અને ત્યારબાદ પાછળ થી ત્રીજા એ છાતી પર વાર કર્યો હતો..યુવાન પર હુમલો કરી ત્રણેય હુમલાખોર  બાળકિશોર ભાગી છૂટ્યા હતા..ત્યારબાદ વિક્રમ ગોંડલીયાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે હુમલાખોર ત્રણેય બાળકિશોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..આ ઘટના માં ઈજાગ્રસ્ત વિક્રમ ગોંડલીયા એ લોકો જે અપીલ કરી હતી કે આ તહેવાર સૌ કોઈ શાંતિથી ઉજવે અને કોઈ સાથે બળજબરી કરી તેમને નુકશાન ના પહોંચાડો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:IPL 2024/ જે ક્ષેત્રએ નામના અપાવી તે જ કામ કરતા જોવા મળશે નવજોત સિંહ સિદ્ધુ…

આ પણ વાંચો:દેહ વ્યાપારનો પર્દાફાશ/ સુરતમાં બ્યુટીપાર્લરમાં કામ અપાવવાના બહાને 15 લોકોએ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી

આ પણ વાંચો:Patanjali Products/ સર્વોચ્ચ અદાલતે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ પાઠવી

આ પણ વાંચો:Animal Attacks/ ભાવનગરમાં દીપડાનો કહેર, 12 ઘેટાને ફાડી ખાધા