Not Set/ દમણનાં ડાભેલની ત્રણ ઇન્ડસ્ટ્રીઝ આગની ઝપટે, 10 ફાયર ફાટઇર ધટના સ્થળે

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણનાં ડાભેલમાં આવે વિસ્તારમાં આવેલા ઈન્ડસ્ટ્રીયલ એરીયાની 3 હેવી ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પ્રચંડ આગ લાગવાનાં કારણે ઘૂમાડાનાં ગોટે ગોટાથી વાતવરણ ભયવાહક બની ગયું હતું. ઘૂમાડાનું પ્રમાણ એટલું મોટું છે કે દુર દરાજનાં વિસ્તારોમાંથી પણ જોઇ શકાય છે. દમણ સ્થિત ક્રિએટીવ ઇન્ડસ્ટ્રીઝ, રીટા ઇન્ડસ્ટ્રીઝ અને મિલન ઇન્ડસ્ટ્રીઝમાં […]

Top Stories Gujarat Others

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણનાં ડાભેલમાં આવે વિસ્તારમાં આવેલા ઈન્ડસ્ટ્રીયલ એરીયાની 3 હેવી ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પ્રચંડ આગ લાગવાનાં કારણે ઘૂમાડાનાં ગોટે ગોટાથી વાતવરણ ભયવાહક બની ગયું હતું. ઘૂમાડાનું પ્રમાણ એટલું મોટું છે કે દુર દરાજનાં વિસ્તારોમાંથી પણ જોઇ શકાય છે. દમણ સ્થિત ક્રિએટીવ ઇન્ડસ્ટ્રીઝ, રીટા ઇન્ડસ્ટ્રીઝ અને મિલન ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગનું કારણ હજુ અકળ છે, પરંતુ આગનું પ્રમાણ અને વધવાની ગતી જોતા ફાયર ફાઇટીંગ ટીમો અને 10 ફાયર ફાઇટર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગ લાગેલી છે તે ત્રણેય ઇન્ડસ્ટ્રીઝમાં તો ભારે નુકસાની જોવા મળી રહી છે ત્યારે આગને આગળ વધતી રોકી અને ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલા બીજા યુનીટોને સુરક્ષીત કરવાની પ્રાથમિકતા સાથે ફાયર ફાઇટીંગ ટીમો કામ કરી રહી છે.