દેશમાં એક તરફ બેટી બચાવોનાં નારા ગુંજી રહ્યા છે તો બીજી તરફ બેટીને કોણ બચાવશે તે સવાલ સામે આવી રહ્યો છે. દેશમાં મહિલા સશક્તિકરણ માટે અવનવા કાર્યક્રમો થતા રહે છે પરંતુ શું મહિલા સશક્ત બની છે ખરી? દેશનાં લોકોની માનસિકતા કેટલા હદ સુધી ખરાબ થઇ ચુકી છે તેનુ તાજુ ઉદાહરણ કાશ્મીરમાં જોવા મળ્યુ છે.

ઘટના ઉત્તરી કાશ્મીરનાં બાંદોપોરાની જિલ્લાનાં શાદીપોરાની છે. જ્યા એક ત્રણ વર્ષની માસૂમ બાળકી પર દિષ્કર્મનો મામલો સામે આવ્યો છે. આ દુષ્કર્મનાં આરોપીની પહેલા જ ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઉંમર 20 વર્ષ બતાવવામાં આવી છે. જો કે સાચી ઉંમર માટે તેનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે. અગાઉ રવિવારનાં રોજ, ઉત્તર કાશ્મીરનાં બાંદિપોરા જીલ્લાનાં શાદીપોરામાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મનાં વિરોધમાં લોકોએ ઘાટીમાં ભારે પ્રદર્શન કર્યુ હતુ. ઘણા વિસ્તારોમાં કેન્ડલ માર્ચ પણ નીકાળવામાં આવ્યુ હતુ. આ દરમિયાન, પ્રદર્શનકારીઓએ બેમીનામાં સલામતી દળો પર પથ્થરમારો કર્યો. ભીડને કાબુમાં લેવા આશુ ગેસનાં ગોળા ફેંકવામાં આવ્યા હતા. જેના કારણે ઘણા સમય સુધી તણાવનો માહોલ બન્યો હતો.

આ ઘટનાના વિરોધમાં, ત્રેગામ, સુંબલ સહિતના વિવિધ ગામોનાં લોકો મુખ્ય ચોક શાદીપોરા પર ભેગા થયા અને પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. તેઓએ બાંદીપોરા-શ્રીનગર મુખ્ય માર્ગને જામ કરી દીધો હતો. પ્રદર્શનની જાણ થતા, ડેપ્યુટી કમિશનર બાંદીપોરા સ્થળે પહોંચ્યા અને આ બાબત લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

પ્રદર્શનકારીઓ પોતાની સાથે બેનરો લઇને આવ્યા હતા, જેમા લખ્યુ હતુ કે, છોકરીઓ કોઇ રમકડુ નથી. અમને ન્યાય જોઇએ છે. ફાંસીએ ચઢાવો દુષ્કર્મીને.
