ગુજરાત અને કેન્દ્ર બનેંમાં ભાજપ સરકાર છે. અને ભાજપ સરકારનાં મુખ્યા દ્વારા નિયમીત રીતે કેન્દ્રીય કેબિનેટ બેઠક બોલાવવામાં આવે છે. ગુજરાતમાં અઠવાડીયામાં બુધવારે કેબિનેટ બેઠક ચોક્કસ યોજવામાં આવે છે, ત્યારે કેન્દ્રમાં પણ આ પ્રમાણેનું સ્કેડ્યુલ ફોલો કરવામાં આવે છે. ત્યારે આજે રાજ્ય અને કેન્દ્ર સરકારની કેબિનેટ યોજવામાં આવશે. આ બેઠકમાં મહત્વનાં ફેસલા પર લોકોની નજર છે.
ગાંધીનગર
ગાંધીનગર ખાતે CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજવામાં આવશે. બેઠક સ્વર્ણિમ સંકુલમાં મળશે. આ કેબિનેટ બેઠકમાં મગફળીની ખરીદીનાં રજિસ્ટ્રેશન મુદ્દે સમીક્ષા કરવામાં આવશે, તો અન્ય વહીવટી અને નીતિ વિષયક મુદ્દઓ પર ચર્ચા કરવામાં આવશે. ગુજરાતમાં અતિવૃષ્ટીનાં કારણે નુકસાન થયું હોય, આ મુદ્દા પર પણ સમીક્ષા થઈ શકે છે. ખેડૂતોના હિત માટે સરકાર દ્વારા કોઇ મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.
દિલ્હી
દિલ્હી ખાતે મળવા જઇ રહેલી કેન્દ્રીય કેબિનેટની આજની બેઠક PM મોદીની અધ્યક્ષતામાં મળશે. કેબિનેટ બેઠક સવારે 10.30 કલાકે મળશે. આ કેબિનેટ બેઠકમાં અનેક નિર્ણયો અને કામોની સમીક્ષાની સાથે સાથે મોંઘવારી ભથ્થામાં વધારો થઈ શકે છે, તેવી પૂર્ણ સંભાવનાઓ જોવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
