Not Set/ ખેડૂતોની ધમકી, અમે તો ખેતરોમાં જ કચરો સળગાવીશું, સરકારને જે કરવું હોય એ કરી લે

નવી દિલ્લી હરિયાણા અને પંજાબના ખેડૂતો તેમના ખેતરમાં જ કચરો બાળી નાખે છે જેના લીધે દિલ્લીના હવાના પ્રદુષણમાં વધારો થાય છે. પહેલેથી જ દિલ્લી હવાના પ્રદુષણનો સામનો કરી રહ્યું છે તેમાં આ ધુમાડાને લીધે વધારો થઇ જાય છે. હવાની ગુણવત્તા ખુબ ખરાબ સપાટીએ પહોચી ગઈ છે. ઘણી વખત તો તેના લીધે સરકારે સ્કૂલો પણ બંધ […]

Top Stories India Trending

નવી દિલ્લી

હરિયાણા અને પંજાબના ખેડૂતો તેમના ખેતરમાં જ કચરો બાળી નાખે છે જેના લીધે દિલ્લીના હવાના પ્રદુષણમાં વધારો થાય છે. પહેલેથી જ દિલ્લી હવાના પ્રદુષણનો સામનો કરી રહ્યું છે તેમાં આ ધુમાડાને લીધે વધારો થઇ જાય છે.

Image result for pollution due to farm burning waste haryana and punjab

હવાની ગુણવત્તા ખુબ ખરાબ સપાટીએ પહોચી ગઈ છે. ઘણી વખત તો તેના લીધે સરકારે સ્કૂલો પણ બંધ કરાવવા માટેની ફરજ પડી ચુકી છે.

ડબ્લ્યુએચઓના રીપોર્ટ પ્રમાણે સૌથી પ્રદુષિત શહેરમાં ભારતના ૧૪ શહેરો શામેલ હતા.

ખેતરમાં કચરો બળવાથી સરળતાથી ખેતર સાફ થી જાય છે 

Image result for pollution due to farm burning waste haryana and punjab

હરપાલસિંહ અને બીજા ખેડૂતો તેમના ખેતરનો કચરો ખેતરમાં જ સળગાવે છે. આવું કરવા બદલ તેઓ કહે છે કે ખેતરમાં કચરો બાળવાથી બહુ ઓછા સમયમાં સાફ કરી શકાય છે. આ ખેડૂતોને ખબર છે કે આ કચરાના ધુમાડાને લીધે દિલ્લીના લોકોના સ્વાસ્થ્યને અસર થાય છે તેમ છતાં તે લોકો આ કામ કરે છે. સ્થાનિક પ્રશાસન પણ તેમને આ કામ કરવા બાબતે કોઈ રોક નથી લગાવતું.

અમે દેવામાં ડૂબેલા છીએ, બીજો કોઈ ઉપાય નથી 

Image result for pollution due to farm burning waste haryana and punjab

દિલ્લીથી ઉત્તર પશ્ચિમ દિશામાં ૧૨૦ કિલોમીટર દૂર હરિયાણા રાજ્યનું ગામ ઈશનગઢના ખેતુડે આ મામલે કહ્યું હતું કે અમારી પાસે કચરાને સળગાવ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. અમે જાણીએ છીએ કે આ રીતે સળગવાથી હવાના પ્રદુષણમાં વધારો થાય છે પરંતુ કચરાથી મુક્તિ મેળવવા માટે અમારા જોડે આનાથી સરળ બીજો કોઈ વિકલ્પ નથી.

તો વળી બીજી બાજુ એક ખેડૂત હરબન સિંહે કહ્યું હતું કે અમે ખેતરોને આ જ રીતે સાફ કરતા રહીશું સરકારને જે કરવું હોય તે કરી લે.

તમને જણાવી દઈએ કે ખેતરોની સફાઈ માટે સરકાર આધુનિક મશીનો માટે  ખેડૂતોને ૮૦ ટકા સબસીડી આપી રહ્યા છે. આ સબસીડી વિશે ૬૦ વર્ષીય ખેડૂતે કહ્યું કે અમે પહેલેથી જ દેવામાં ડૂબેલા છીએ. તેવામ આધુનિક મશીનોનો ખર્ચો ઉપાડી શકીએ તેમ નથી.

જેવી ઠંડીની સીઝન ચાલુ થઇ જાય છે તેવું દિલ્લીમાં હવાનું પ્રદુષણ ૩૦ ટકા વધી જાય છે.

દિલ્લીને પણ પ્રદુષિત શહેર જાહેર કરવામાં આવ્યું હતું. દિલ્લીમાં આ પ્રદુષણ મામલે માત્ર ખેડૂતોને જ જવાબદાર ગણાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચેતવણી આપી હતી કે જો હરિયાણા અને પંજાબના ખેડૂતો આ જ રીતે ખેતરોમાં કચરો સળગવાનું ચાલુ રાખશે તો દિલ્લી ફરીથી ગેસ ચેમ્બર બની જશે અને ફરીથી લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થશે.