Not Set/ ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ,ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે વિદેશી દારૂ

થરાદ, ગુજરાતમાં દારૂબંધીના કાયદા વચ્ચે પોલીસ દ્રારા આમતો છાસવારે એકાદ બે કેસ તો વિદેશી દારૂના કેસ પણ કરવામાં આવે છે. તેમ છતાં પણ થરાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી તથા વિદેશી દારૂની હાટડી અને અડ્ડાઓ ધમધમી રહ્યાનું ચર્ચાસ્પદ છે. દારૂ બંધીના કાયદાના લીરેલીરા ઉડાડતી એક હકીકત મુજબ થરાદ તાલુકાના સાબા ગામનો પણ તેમાં સમાવેશ થાય […]

Top Stories Gujarat Others

થરાદ,

ગુજરાતમાં દારૂબંધીના કાયદા વચ્ચે પોલીસ દ્રારા આમતો છાસવારે એકાદ બે કેસ તો વિદેશી દારૂના કેસ પણ કરવામાં આવે છે. તેમ છતાં પણ થરાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી તથા વિદેશી દારૂની હાટડી અને અડ્ડાઓ ધમધમી રહ્યાનું ચર્ચાસ્પદ છે.

દારૂ બંધીના કાયદાના લીરેલીરા ઉડાડતી એક હકીકત મુજબ થરાદ તાલુકાના સાબા ગામનો પણ તેમાં સમાવેશ થાય છે. ગામમાં ચર્ચાઇ રહ્યુ તે પ્રમાણે ગામના જ એક શખ્સ દ્રારા બિન્દાસ્ત પણે વિદેશી દારૂનો ધંધો કરવામાં આવે છે. આથી રાતે ગામમાં દારૂની મહેફીલ પણ જામે છે.

રાતે પિયક્કડો દ્રારા વિદેશી દારૂની ખાલી બોટલો ગામમાં આવેલા બસસ્ટેશનની છત પર ફેંકી દેવામાં આવે છે. જેના કારણે બસસ્ટેશન પર ખાલી બોટલોનો ખડકલો થવા પામ્યો છે.

આ બાબત ગામના કેટલાક જાગૃત યુવકોના ધ્યાને આવતાં તેમણે સોશ્યલ મિડીયામાં ગામમાં સળવળાટ કરી ગામમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતીને બહાર લાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ દ્રારા કેમ આંખઆડા કાન કરવામાં આવી રહ્યા હશે તે બાબતે પણ ચર્ચાઓ ઉઠી રહી છે.