હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે રાજ્ય વિધાનસભામાં નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કર્યું. આ દરમિયાન તેમણે મહિલાઓ માટે ‘સુષ્મા સ્વરાજ એવોર્ડ’ની જાહેરાત કરી હતી. આ પુરસ્કાર મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના મહત્વપૂર્ણ યોગદાન અથવા સિદ્ધિઓ માટે આપવામાં આવશે. તેમણે મહિલાઓને ઉદ્યોગસાહસિક બનવામાં મદદ કરવા માટે હરિયાણા માતૃશક્તિ ઉદ્યામી યોજના શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. ખટ્ટર પાસે ફાઇનાન્સ પોર્ટફોલિયો પણ છે અને તેમણે રાજ્ય વિધાનસભામાં તેમનું ત્રીજું બજેટ રજૂ કર્યું.
આ પણ વાંચો: ITBPની આ શક્તિશાળી મહિલા જવાનો આવા દુર્ગમ વિસ્તારમાં કરે છે દેશની સુરક્ષા, જુઓ આ વીડિયો…
હરિયાણા સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે 1.77 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું, જ્યારે 2021-22માં 1.53 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ખટ્ટરે 2022-23 માટે રૂ. 1,77,255.99 કરોડના બજેટની દરખાસ્ત કરી હતી, જે 2021-22ના રૂ. 1,53,384 કરોડના બજેટ કરતાં 15.6% વધુ છે.
બજેટમાં રૂ. 61,057.36 કરોડના મૂડી ખર્ચ તરીકે 34.4% અને રૂ. 1,16,198.36 કરોડના મહેસૂલ ખર્ચ તરીકે 65.6%નો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2022-23માં દેવાની જવાબદારી માર્ચ 2022 સુધીમાં રૂ. 2,23,768 કરોડથી વધીને રૂ. 2,43,779 કરોડ થવાની શક્યતા છે, જે GSDPના 24.52% છે.
સુષ્મા સ્વરાજ એવોર્ડ હેઠળ 5 લાખ રૂપિયાની ઈનામી રકમ
ખટ્ટરે કહ્યું કે સુષ્મા સ્વરાજ એવોર્ડ હેઠળ 5 લાખ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે. “આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આજે આપણે આપણી માતૃશક્તિની સામાજિક, આર્થિક, રમતગમત, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરીએ છીએ. હરિયાણાની મહિલાઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને રમતગમત અને રાજકારણમાં ઘણું હાંસલ કર્યું છે. સ્વ. સુષ્મા સ્વરાજ (હરિયાણાનાં દીકરી) ભારતની તમામ મહિલાઓ માટે પ્રેરણા હતી.”
આ પણ વાંચો:/ હાર્દિક પટેલે ખોડલધામ નરેશ પટેલને લખ્યો પત્ર, આ બાબતે આપ્યું આમંત્રણ
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં પાકિસ્તાનના ખેલાડીનું ચાલુ મેચમાં પેન્ટ ફાટી ગયું,જુઓ વીડિયો
