યુક્રેનના સુમી શહેર પર રશિયન હુમલામાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં 2 બાળકો પણ છે. આ રશિયન હુમલો કિવથી 350 કિલોમીટર દૂર સુમી શહેરમાં થયો હતો. અગાઉ, ઓખ્તિરકામાં શાળા પર બોમ્બ ફેંકવામાં આવતા 7 વર્ષની યુક્રેનિયન બાળકીનું મૃત્યુ થયું હતું. બાળકીના દાદાએ તેને બચાવવાના તમામ પ્રયાસો કર્યા હતા.
આ પણ વાંચો:CM ખટ્ટરે 2022-23 માટે 1.77 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું, ‘સુષ્મા સ્વરાજ એવોર્ડ’ની જાહેરાત કરી
ભારતે યુએન સુરક્ષા પરિષદને કહ્યું કે, તે ખૂબ જ ચિંતિત છે કે રશિયા અને યુક્રેન બંનેને વારંવાર અપીલ કરવા છતાં, પૂર્વ યુક્રેનિયન શહેર સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે સુરક્ષિત કોરિડોર બનાવવામાં આવ્યો નથી.
બંને દેશો વચ્ચે 24 ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેન પર રશિયાના હુમલા સાથે યુદ્ધની શરૂઆત થઈ હતી. રશિયા અને યુક્રેન વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. ત્રણેય વાતો નિરર્થક હતી. સોમવારે ત્રીજા રાઉન્ડની વાતચીત થઈ.
આ પહેલા યુક્રેને દાવો કર્યો હતો કે તેણે ખાર્કિવમાં રશિયાના મેજર જનરલ વિતાલી ગેરાસિમોવની હત્યા કરી હતી. તમને જણાવી દઈએ કે મેજર જનરલ વિતાલી ગેરાસિમોવે 2014માં ક્રિમીઆ પર રશિયાના કબજામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમને ક્રિમીઆના જોડાણ માટે મેડલ પણ એનાયત કરવામાં આવ્યો હતો. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તે સીરિયા અને ચેચન્યામાં રશિયન દળો સાથે મળીને લડ્યો હતો.
રશિયાએ યુદ્ધવિરામની જાહેરાત કરી
આ દરમિયાન રશિયાએ યુક્રેનના ચાર શહેરોમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ચેર્નિહાઇવ, કિવ, સુમી, ખાર્કિવ અને મેરીયુપોલમાં યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે. રશિયાએ નાગરિકોને બહાર કાઢવા માટે સોમવાર સવારથી યુદ્ધવિરામ સાથે ઘણા વિસ્તારોમાં માનવતાવાદી કોરિડોર ખોલવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો:/ ITBPની આ શક્તિશાળી મહિલા જવાનો આવા દુર્ગમ વિસ્તારમાં કરે છે દેશની સુરક્ષા, જુઓ આ વીડિયો…
