Ahmedabad News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલ સ્મારક ભવન પાસે જૈનાચાર્ય શ્રી હિમાચલસૂરીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું

આ સર્કલનું ‘જૈનાચાર્ય હિમાચલસૂરિજી સર્કલ’ નું નામાભિધાન પણ મુખ્યમંત્રીએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તકતી અનાવરણ કરીને કર્યું

Top Stories Ahmedabad

Ahmedabad News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ભવન પાસે જૈનાચાર્ય હિમાચલસૂરીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તદ્દઉપરાંત આ સર્કલનું ‘જૈનાચાર્ય હિમાચલસૂરિજી સર્કલ’ નું નામાભિધાન પણ મુખ્યમંત્રીએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તકતી અનાવરણ કરીને કર્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડમાં મધુરમ ટાવરથી હાથી સર્કલ સુધીના માર્ગનું પંન્યાસ રત્નાકરવિજય માર્ગ, સર્કિટ હાઉસ તથા પોસ્ટ ઓફિસ ક્વાર્ટર્સથી સિલ્વર પાર્ક સોસાયટી સુધીના માર્ગનું જૈનાચાર્ય હિમાચલસૂરિ માર્ગ નામાભિધાન કરવામાં આવ્યું છે, તેની તકતીઓનું અનાવરણ પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું.

આ અવસરે આયોજિત સભામાં મુનિ વિજય રવિશેખરસૂરીશ્વરજીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, મેવાડ અને મારવાડમાં ગૌશાળા, હોસ્પિટલ, જૈન છાત્રાલયો, અને વિદ્યાલયોની સ્થાપના જેવા લોક કલ્યાણનાં અસંખ્ય કાર્યો કરનારા જૈનાચાર્ય હિમાચલસૂરિજીના નામને સરદાર પટેલ સ્મારક પાસેના સર્કલ અને રોડ સાથે જોડીને રાજ્ય સરકારે જૈનાચાર્યજીને યથાયોગ્ય સન્માન આપ્યું છે.

આ પ્રસંગે અમદાવાદનાં મેયર શ્રીમતિ પ્રતિમાબેન જૈન, ધારાસભ્ય  દર્શનાબેન વાઘેલા,  હસમુખ પટેલ,  દિનેશ કુશવાહા તેમજ જૈન શ્રાવકો અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભુજમા 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી 18 વર્ષની યુવતી

આ પણ વાંચો:મુંબઈથી ભુજ આવતી ફ્લાઈટ રદ કરાતા મુસાફરો હેરાન

આ પણ વાંચો:ભુજના મોખાણા ગામનો કિશોર મોબાઇલ ગેમમાં હારી જતાં અંતિમ પગલું ભર્યું