Ahmedabad News:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ 12 જાન્યુઆરી, 2026 ના રોજ અમદાવાદ આવવાના છે. ગાંધી આશ્રમ અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની સવારે મુલાકાત લેવાના હોવાથી છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ખૂબ જ ખરાબ છે.AQI 272ની આસપાસ પહોંચી ગયું છે. છેલ્લા બે દિવસથી, અમદાવાદમાં સવારે અને મોડી સાંજે પ્રદૂષણનું સ્તર ખૂબ જ ગંભીર સ્થિતિમાં જોવા મળ્યું છે. આજે, 11 જાન્યુઆરીએ, હવા પ્રદૂષણની સ્થિતિ પણ ખૂબ જ ગંભીર સ્થિતિમાં જોવા મળી હતી. AQI 272 ની આસપાસ પહોંચ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમની નજીક આવેલા સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેવાના છે, જ્યાં AQI માપવામાં આવે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મ્યુનિસિપલ કોર્પોરેશને આ રૂટ પર સતત પાણીનો છંટકાવ શરૂ કર્યો છે.રૂટ પર બાંધકામ સ્થળો બંધ: પ્રધાનમંત્રીના રૂટ પરના તમામ બાંધકામ સ્થળો પર એક મોટી ગ્રીન નેટ લગાવવામાં આવી છે, અને બાંધકામ કાર્ય અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે.
શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે અમદાવાદની હવા ઝેરી બની ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) “Severe” (ગંભીર) થી “Hazardous” (ભયાનક) સ્તરે પહોંચી ગયો છે. સૌથી વધુ પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે, જેના કારણે રેસ્પિરેટરી રોગોમાં ખાસ કરીને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD)ના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં AQIની વર્તમાન સ્થિતિ
વિસ્તારો |
AQI |
વિસ્તારો |
AQI |
| થલતેજ | 378–400+ | પાલડી અને શાહીબાગ | 260 |
| ગોતા | 370–378 | વટવા | 249 |
| બોપલ/આંબલી | 412–424 | રખિયાલ | 240 |
| ઇસનપુર | 297 | કઠવાડા | 259 |
| સરખેજ | 288 | ચાંદખેડા | 220–240 |
| બોડકદેવ | 271–275 | ઇસરો | 225 |
| જજીસ બંગલો | 264 |
શહેરનો સરેરાશ એક્યુઆઈ હાલમાં 250–300+ની વચ્ચે નોંધાઈ રહ્યો છે, જે “Severe” કેટેગરીમાં આવે છે. ઠંડી હવાના કારણે પ્રદૂષકો (PM2.5, PM10, ધુમાડો, ધૂળ) જમીનની નજીક જ રહી જાય છે, જેથી તેની અસર વધુ તીવ્ર બને છે.

COPD કેસમાં નોંધપાત્ર વધારો
પલ્મોનોલોજિસ્ટ્સ અને હોસ્પિટલોના અહેવાલ અનુસાર, કોરોના પછીના વર્ષોમાં અમદાવાદ અને ગુજરાતમાં COPDના કેસમાં લગભગ 30%નો વધારો થયો છે. અગાઉ મુખ્યત્વે 60+ વયના ધુમ્રપાન કરનારાઓમાં જોવા મળતી આ બીમારી હવે 40–50 વર્ષની વયના લોકોમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે.
સામાન્ય લક્ષણો
સતત ખાંસી (સાથે કફ આવવો)
શ્વાસ લેવામાં તકલીફ (ખાસ કરીને થોડી મહેનત પછી)
છાતીમાં જકડાઈ/ભારેપણું અનુભવાવું
વધુ પડતી થાક લાગવો
વારંવાર શ્વાસની તકલીફના હુમલા (એક્ઝેટરબેશન)

આશ્ચર્યજનક વાત એ છે કે ધુમ્રપાન ન કરનારા યુવાનોમાં પણ આ રોગના કેસ વધી રહ્યા છે, જેનું મુખ્ય કારણ લાંબા સમયનું વાયુ પ્રદૂષણ છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર, વૈશ્વિક સ્તરે COPD હવે મૃત્યુના કારણોમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે.પલ્મોનરી ફંક્શન ટેસ્ટ (PFT) અત્યંત સરળ, ઝડપી અને નોન-ઇન્વેસિવ ટેસ્ટ છે, જે ફેફસાંની વાસ્તવિક ક્ષમતા બતાવે છે.
ઘણા દર્દીઓ ત્યારે જ ડોક્ટર પાસે આવે છે જ્યારે ફેફસાંને પહેલેથી જ અપરિવર્તનીય નુકસાન થઈ ગયું હોય.વહેલું PFT સ્ક્રીનિંગથી રોગનું વહેલું નિદાન થઈ શકે છે અને યોગ્ય દવા, ઇન્હેલર અને લાઇફસ્ટાઇલ ફેરફારથી તેને અસરકારક રીતે મેનેજ કરી શકાય છે જેમ ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરીએ તેમ.
આ પણ વાંચો:અમદાવાદની હવા ઝેર બની, રાયખડમાં AQI 308, બોપલમાં 247… શ્વાસ લેવું પણ મુશ્કેલ!
આ પણ વાંચો:ગુજરાતમાં પ્રદૂષણથી શ્વાસની તકલીફ: દરરોજ 300 કેસ, અમદાવાદમાં AQI ખરાબ
આ પણ વાંચો:મુંબઈમાં પ્રદૂષણનું સ્તર ઘણું ઊંચું નોંધાયું, અનેક સ્થાનો પર AQI 200 કરતાં વધુ
