America NEWS: અમેરિકા (America) ના મિસિસિપી (Mississippi) શહેરમાં એક ગંભીર સામૂહિક ગોળીબાર (Shooting) ની ઘટના સામે આવી છે, જેમાં 6 લોકોના મોત ગયા છે. એક અહેવાલ મુજબ, માનસિક રીતે અસ્વસ્થ એક વ્યક્તિએ ત્રણ અલગ-અલગ સ્થળોએ ગોળીબાર (Shooting) કરીને આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો.
ક્લે કાઉન્ટીના શેરિફ એડી સ્કોટે ફેસબુક પર ઘટનાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, દુર્ભાગ્યવશ તેમના સમુદાયે એક અત્યંત દર્દનાક ઘટના જોઈ છે. હિંસાની આ ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
મિસિસિપીમાં 3 અલગ-અલગ જગ્યાએ થયુ ફાયરિંગ (Shooting)
અમેરિકન (America) પોલીસના જણાવ્યા મુજબ, મિસિસિપી (Mississippi) ના વેસ્ટ પોઈન્ટ વિસ્તારમાં ત્રણ જુદી જુદી જગ્યાએ ફાયરિંગની ઘટનાઓ નોંધાઈ હતી. આ ઘટનામાં સંડોવાયેલ શખ્સને પોલીસ દ્વારા ઝડપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મિસિસિપીના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલ ક્લે કાઉન્ટીની વસ્તી અંદાજે 20 હજાર જેટલી છે.

શૂટરના સંબંધીઓ પણ મોતને ભેટ્યા
અહેવાલો મુજબ, અલબામા સીમા નજીક આવેલા વેસ્ટ પોઈન્ટ વિસ્તારમાં આ ગોળીબાર (Shooting) ની ઘટના બની હતી. આ હુમલામાં કુલ છ લોકોના મોત થયા છે, જેમાં કેટલાક લોકો શૂટરના સંબંધિત હતા.
ધ્યાન આપવા જેવી વાત એ છે કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં પણ
(Mississippi) માં આવી જ પ્રકારની ગોળીબાર (Shooting) ની ઘટનાઓ નોંધાઈ હતી. તે સમયના બનાવો કથિત રીતે હાઈસ્કૂલ ફૂટબોલ મેચો સાથે જોડાયેલા હોવાનું જણાવાયું હતું. મિસિસિપીના ઉત્તર-પશ્ચિમમાં આવેલા લી શહેરમાં થયેલા એક હુમલામાં 6 લોકોનાં મોત થયા હતા, જ્યારે 12 અન્ય લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા.
અધિકારીઓએ હજુ સુધી ગોળીબાર (Shooting) પાછળના ચોક્કસ કારણો અંગે કોઈ માહિતી આપી નથી અને પીડિતોની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચો: વેનેઝુએલાના કારાકાસમાં રાષ્ટ્રપતિ ભવન નજીક ગોળીબાર, ડ્રોન દેખાતા કાર્યવાહી
આ પણ વાંચો: અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન ગોળીબાર: બેના મોત, આઠ ઘાયલ, શૂટર હજુ ફરાર
આ પણ વાંચો: અમેરિકાના કેલિફોર્નિયામાં રાજકોટના બુકી રાકેશ રાજદેવના મકાન પર અંધાધૂંધ ગોળીબાર
