America News: શનિવાર, 13 ડિસેમ્બર 2025ના બપોરે, અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટી (પ્રોવિડન્સ, રોડ આઇલેન્ડ) ના એન્જિનિયરિંગ અને ફિઝિક્સ બિલ્ડિંગમાં ફાઇનલ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો. એક અજાણ્યા શખ્સે કાળા કપડાં પહેરીને ત્યાં લોકો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જેમા બે લોકોના મોત થયા છે અને આઠ લોકો ગભીર રીતે ગાયલ થયા છે. હુમલાખોર હજુ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
ગોળીબારની ખબર થતા કેમ્પસમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. યુનિવર્સિટી તાત્કાલિક એલર્ટ બહાર પાડ્યું અને વિદ્યાર્થીઓને દરવાજા બંધ કરવા, ફોનને સાયલન્ટ પર રાખવા અને સુરક્ષિત રીતે છુપાઈ રહેવાની સલાહ આપી.
હાલ વિસ્તારમાં શેલ્ટર-ઇન-પ્લેસનો ઓર્ડર લાગુ કરવામાં આવ્યો છે, જેના હેઠળ લોકોને ઘરમાં રહેવા અને દરવાજા બંધ રાખવાની સલાહ આપવામાં આવી છે. પોલીસ અને FBI ટીમની કેમ્પસ અને આસપાસના વિસ્તારોમાં ભારે તપાસ ચલી રહી છે.
હુમલાખોરને કાળા કપડાં પહેલા હતા
પ્રોવિડન્સના ડેપ્યુટી ચીફ ઓફ પોલીસ ટિમોથી ઓ’હારા અનુસાર, હુમલાખોર કાળા કપડાં પહેરેલા એક પુરુષ છે, જે બિલ્ડિંગમાંથી હોપ સ્ટ્રીટ તરફ ભાગી ગયો હતો. શૂટિંગના ત્રણ-ચાર કલાક પછી પણ પોલીસ કેમ્પસની ઇમારતોની તપાસ અને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરી રહી છે.
મેયર બ્રેટ સ્માઇલીએ કહ્યું કે ઘાયલોની સ્થિતિ ગંભીર છે, પરંતુ સ્થિર છે, અને તેઓ બધા રોડ આઇલેન્ડ હોસ્પિટલમાં દાખલ છે. તેમણે જણાવ્યું કે પોલીસ અને અન્ય સંસાધનોનો ઉપયોગ કરીને હુમલાખોરને પકડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.
કેમ્પસ અને આસપાસના વિસ્તારોમાં શેલ્ટર-ઇન-પ્લેસનું આદેશ આપવામાં આવ્યું છે, જેથી લોકો પોતાના ઘરોમાં રહી સલામત રહે. FBI પણ તપાસમાં સહાય કરી રહી છે. મેયરે પીડિતોની વિગતો જાહેર ન કરી, પરંતુ આ દિવસને શહેર અને રાજ્ય માટે ખૂબ દુઃખદ ગણાવ્યો.
આ પણ વાંચો: થાઈલેન્ડ-કંબોડિયા સરહદ યુદ્ધ, એરસ્ટ્રાઈક, રૉકેટ હુમલા, ટ્રમ્પે માર્યો કૂદકો
આ પણ વાંચો: અમેરિકામાં મૂશધાર વરસાદ અને પૂર, હજારો લોકોને તેમના ઘર ખાલી કરવાનો આદેશ અપાયો, કટોકટી જાહેર કરી
આ પણ વાંચો: કેંટકી સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર: એકનું મોત, એક ઘાયલ, શંકાસ્પદની ધરપકડ કરવામા આવી
