Not Set/ મોદીના શાસનમાં દેશની જનતા પીડિત :સોનિયા ગાંધી

અમદાવાદ, અમદાવાદમાં શાહીબાગમાં આવેલ સરદાર સ્મારક ભવનમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની મીટિંગ મળી હતી.ગુજરાતમાં 58 વર્ષ બાદ મળી રહેલી કૉંગ્રેસની કાર્યકારીણીની મીટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં બેરોજગારી,ખેડૂતોની સમસ્યા અને અર્થવ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ પર નિર્ણયો લેવાયા હતા. 12મી માર્ચના દાંડી યાત્રા પ્રારંભના ઐતિહાસિક દિવસે મંગળવારે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

અમદાવાદમાં શાહીબાગમાં આવેલ સરદાર સ્મારક ભવનમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની મીટિંગ મળી હતી.ગુજરાતમાં 58 વર્ષ બાદ મળી રહેલી કૉંગ્રેસની કાર્યકારીણીની મીટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં બેરોજગારી,ખેડૂતોની સમસ્યા અને અર્થવ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ પર નિર્ણયો લેવાયા હતા.

12મી માર્ચના દાંડી યાત્રા પ્રારંભના ઐતિહાસિક દિવસે મંગળવારે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ સહિતના નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા.

CWCની બેઠકમાં સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા કહ્યું, ‘મોદી રાષ્ટ્રનાં હિતનાં ભોગે રાજનીતિ કરે છે. મોદી પીડિત બનવાનો પ્રયત્ન કરે છે. જ્યારે સાચા અર્થમાં દેશની જનતા પીડિત છે.’

CWCમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે સલાહ આપતા કહ્યું કે, યુપીએ સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવાની જરૂર છે. આ ઉપરાંત તેમણે મોદી સરકારને આડે હાથે લેતા કહ્યું કે ‘મોદી સરકારની ખરાબ નીતિને કારણે અર્થ વ્યવસ્થાની કમર તૂટી ગઇ છે.’

CWCની બેઠકમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આ વખતે સરકાર કોંગ્રેસની જ બનશે. તો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે સલાહ આપતા કહ્યું કે, યુપીએ સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવાની જરૂર છે. આ ઉપરાંત તેમણે મોદી સરકારને આડે હાથે લેતા કહ્યું કે ,’મોદી સરકારની ખરાબ નીતિને કારણે અર્થ વ્યવસ્થાની કમર તૂટી ગઇ છે.’

CWCની બેઠક પછી કોંગ્રેસનાં નેતા આનંદ શર્માએ જણાવ્યું કે, ‘ભારતનાં સૈદ્ધાંતિક મુલ્ય અને સંવૈધાનિક અધિકારો પર સતત પ્રહાર થઇ રહ્યાં છે. બંધારણમાં નાગરિકોને જે હક્ક આપ્યા છે તેની પર સતત પ્રહારો થઈ રહ્યા છે.વડાપ્રધાન લોકોની ભાવના સાથે ખીલવાડ કરે છે.

આનંદ શર્માએ કહ્યું કે ગાંઘીજી, જવાહરલાલ નહેરૂ અને સ્વતંત્રતા સેનાની ભારતની તસવીર હતી તેનાથી અલગ જ તસવીર બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આપણાં મૂલ્યોથી અલગ છે. આપણો દેશ પ્રજાતંત્ર છે અને કોંગ્રેસ પાર્ટીનો વિચાર એક રહ્યો છે કે બધાને પોતાનું સન્માન અને અધિકાર મળે.