America News/ કેંટકી સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર: એકનું મોત, એક ઘાયલ, શંકાસ્પદની ધરપકડ કરવામા આવી

અમેરિકાના કેંટકી રાજ્યમાં આવેલી કેંટકી સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું

World Trending
અમેરિકા ની કેંટકી સ્ટેટ યુનિવર્સિટી મા ગોળીબાર

America News: અમેરિકામાં ગોળીબારીની ઘટનાઓ સતત બની રહી છે. કેંટકી સ્ટેટ યુનિવર્સિટીમાં મંગળવારે થયેલા ગોળીબારમાં એક વ્યક્તિની મોત થયું છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયું છે. પોલીસએ એક શંકાસ્પદ વ્યક્તિને અટકાયત કરી કસ્ટડીમાં લીધો છે. પોલીસે જણાવ્યુ કે, રાજ્યની રાજધાની ફ્રેન્કફોર્ટમાં કે કેમ્પસ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે.

કેંટકી સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર

ગવર્નર ઓફિસે ઘટનાની પુષ્ટિ કરી છે. પરંતુ હજુ સુધી સ્પષ્ટ નથી કે ગોળીબાર કયા સ્થળે થયો હતો. હાલ કેમ્પસ પોલીસ અને શાળા અધિકારીઓ તાત્કાલિક નિવેદન આપ્યા નથી. ફ્રેન્કફર્ટ પોલીસએ જણાવ્યું કે તેઓ સક્રિય ગોળીબાર કરનારની ઘટનાઓ પર રિએક્ટ કર્યા છે અને કેમ્પસને સુરક્ષિત કરી લેવામાં આવ્યું છે. અધિકારીઓ આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા વધુ માહિતી પ્રદાન કરવાની યોજના બનાવી રહ્યા છે.

કેંટકીના ગવર્નર એન્ડી બેશિયરનું નિવેદન

કેન્ટુકીના ગવર્નર એન્ડી બેશિયરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેમણે લખ્યું, “ચાલો અસરગ્રસ્ત બધા લોકો માટે પ્રાર્થના કરીએ. માહિતી ઉપલબ્ધ થતાં જ શેર કરવામાં આવશે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હાઇવે પર ક્રેશ લેન્ડિંગ દરમિયાન વિમાન કાર સાથે અથડાયું, અમેરિકાના ફ્લોરિડામાં અકસ્માતનો લાઇવ વીડિયો સામે આવ્યો

આ પણ વાંચો: અમેરિકાના કેલિફોર્નિયામાં રાજકોટના બુકી રાકેશ રાજદેવના મકાન પર અંધાધૂંધ ગોળીબાર

આ પણ વાંચો:કેલિફોર્નિયામાં ભીષણ ગોળીબાર, અનેક લોકો ઘાયલ, પોલીસ હુમલાખોરોની શોધમાં