Vadodara News: વડોદરા નજીક નેશનલ હાઇવે 48 પર કપુરાઇ ચાર રસ્તા પર એક ભયાનક અકસ્માત થયો. ટ્રેક્ટર-ટ્રેલરની અડફેટે આવતા મોટરસાઇકલ પર સવાર બે લોકોના મોત થયા. આ અકસ્માત સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે થયો હતો. કપુરાઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઘટનાની તપાસ કરી રહી છે.
વડોદરાના (Vadodara) કારેલીબાગ વુડ સર્કલ પાસે ગઈકાલે એક મોટો અકસ્માત થયો હતો. એક ખાનગી ટ્રાવેલ બસે સ્કૂટર પર સવાર દંપતીને ટક્કર મારી હતી, જેના કારણે 65 વર્ષીય મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું.
અકસ્માત દરમિયાન બે મજૂરોએ ગુમાવ્યો જીવ
બસનું ટાયર મહિલા પર ફરી વળ્યું હતું.એકવીસ દિવસ પહેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલા અકસ્માતમાં (Accident) બે મજૂરોના મોત થયા હતા. પાદરાના સરસવી ગામ પાસે હાઇવે રિપેરિંગનું કામ કરી રહેલા બે મજૂરોને એક કાર ચાલકે ટક્કર મારી હતી. કુલ પાંચ મજૂરો કામ કરી રહ્યા હતા, જેમાંથી ત્રણ બચી ગયા હતા. વડોદરાથી ભરૂચ જઈ રહેલી કારે અચાનક કાબુ ગુમાવ્યો અને મજૂરોને ટક્કર મારી દીધી.
આ પણ વાંચો:વડોદરા અકસ્માતના પડઘા બોલિવૂડ સુધી પડ્યા,આ અભિનેત્રીએ વ્યક્ત કર્યો ગુસ્સો જાણો શું કહ્યું?
આ પણ વાંચો:વડોદરામાં અકસ્માત થતા ટેમ્પોમાં ફસાયેલા ડ્રાઈવરને કેબીન કાપી બહાર કઢાયો
