Junagadh News/ જૂનાગઢમાં લોખંડના ગેટમાં સિંહ બાળનો પગ ફસાયો, વનવિભાગે રેસ્ક્યૂ કરી સક્કરબાગમાં સારવાર માટે ખસેડ્યું

જૂનાગઢના ગ્રોફેડ વિસ્તારમાં ગેટમાં ફસાયેલા સિંહ બાળ (Lion Cub Rescue)ને વનવિભાગે સુરક્ષિત રીતે બચાવી સક્કરબાગમાં સારવાર માટે ખસેડ્યું.

Top Stories Gujarat Others Breaking News
Lion Cub Rescue: લોખંડના ગેટમાં ફસાયું સિંહ બાળ, વનવિભાગે બચાવ્યો

Junagadh News: જૂનાગઢના ગ્રોફેડ વિસ્તારમાં શુક્રવારે (1 ઓગસ્ટ) વહેલી સવારે એક કરુણ ઘટના સામે આવી હતી. અંદાજે 1થી 2 વર્ષની ઉંમરનું એક નર સિંહ બાળ (Lion Cub Rescue) રહેણાંક વિસ્તાર પાસે ભ્રમણ કરી રહ્યું હતું. આ દરમિયાન લોખંડના ઊંચા ગેટ પરથી કૂદીને પસાર થવાનો પ્રયાસ કરતાં તેનો પાછળનો પગ ગેટની લોખંડની ગ્રીલ વચ્ચે ફસાઈ ગયો હતો.

પગ ગંભીર રીતે ફસાઈ જતાં સિંહ બાળ ગેટ પર જ લટકી ગયું હતું. છૂટવાનો પ્રયાસ કરતી વખતે તેને પગમાં ઈજા પહોંચી હતી અને તે લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં પણ ચિંતા ફેલાઈ હતી.

 Lion Cub Rescue: વનવિભાગ અને સક્કરબાગ રેસ્ક્યૂ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી

ઘટનાની માહિતી મળતા જ જૂનાગઢ વન વિભાગ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની રેસ્ક્યૂ ટીમ જરૂરી સાધનો સાથે સ્થળ પર પહોંચી હતી. ટીમે અત્યંત સાવધાનીપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સિંહ બાળને કોઈ વધારાની ઈજા ન થાય તે રીતે ગેટમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યું.રેસ્ક્યૂ પૂર્ણ થયા બાદ ઈજાગ્રસ્ત સિંહ બાળ (Lion Cub Rescue)ને વધુ સારવાર માટે તરત જ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યું હતું.

સક્કરબાગમાં સારવાર શરૂ, હાલ સ્થિતિ સ્થિર

સક્કરબાગ હોસ્પિટલમાં પશુચિકિત્સકોની વિશેષ ટીમે સિંહ બાળની તબીબી તપાસ કરી સારવાર શરૂ કરી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર હાલ સિંહ બાળ (Lion Cub Rescue)ની સ્થિતિ સ્થિર છે અને તેને 24 કલાક નિષ્ણાતોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.

સમયસર સારવારથી મોટું જોખમ ટળ્યું

વન વિભાગના જણાવ્યા મુજબ, સમયસર રેસ્ક્યૂ અને સારવાર મળતાં સિંહ બાળ (Lion Cub Rescue)ના જીવ પરનું સંભવિત જોખમ ટળી ગયું છે. ગિરનાર જંગલ નજીકના વિસ્તારોમાં અવારનવાર વન્યજીવો આવી જતા હોવાથી આવી પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી માટે ટીમ સતત તૈયાર રહે છે.વન વિભાગે લોકોને પણ અપીલ કરી છે કે જો રહેણાંક વિસ્તારમાં કોઈ વન્યપ્રાણી દેખાય તો તેની નજીક જવાના બદલે તરત જ વન વિભાગને જાણ કરવી.


આ પણ વાંચો:ધારી ગીર પૂર્વમાં સિંહબાળનું રહસ્યમય મોત, ઇલેક્ટ્રિક શોકની આશંકા; વનવિભાગે તપાસ તેજ કરી

આ પણ વાંચો:જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો: આરોપી સાથે ઘટનાનું પુનઃનિર્માણ, પુરાવા સાથે કબૂલાત સુસંગત હોવાનો દાવો

આ પણ વાંચો:ગિરનાર નજીક સિંહબાળનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો, ઇજા ના નિશાનોથી તપાસ તેજ