Amreli News/ ધારી ગીર પૂર્વમાં સિંહબાળનું રહસ્યમય મોત, ઇલેક્ટ્રિક શોકની આશંકા; વનવિભાગે તપાસ તેજ કરી

અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં સિંહબાળનો મૃતદેહ (Amreli Lion Cub Death) મળી આવતા વનવિભાગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે ઇલેક્ટ્રિક શોકથી મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.

Top Stories Gujarat Others Breaking News
Amreli Lion Cub Death: દલખાણીયા રેન્જમાં સિંહબાળનો મૃતદેહ મળતાં ચકચાર

Amreli News: અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વનવિભાગ હેઠળના દલખાણીયા રેન્જમાંથી એક સિંહબાળનો મૃતદેહ (Amreli Lion Cub Death) મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

Amreli Lion Cub Death:ઇલેક્ટ્રિક શોકથી મોતની આશંકા

પ્રાથમિક માહિતી મુજબ સિંહબાળના મોત (Amreli Lion Cub Death) પાછળ ઇલેક્ટ્રિક શોક કારણભૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે વનવિભાગ દ્વારા હજુ સુધી મોતનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. અંતિમ કારણ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

ઘટના બાદ વનવિભાગે આસપાસના રેવન્યુ વિસ્તારમાં સઘન સ્કેનિંગ અને તપાસ અભિયાન હાથ ધર્યું છે. સાથે જ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે, જેથી ઘટનાની સંપૂર્ણ હકીકત જાણી શકાય.

વનવિભાગની ટીમ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે સિંહબાળનો મૃતદેહ Amreli Lion Cub Death)  ઘટનાસ્થળે જ હતો કે અન્ય સ્થળેથી લાવી અહીં ફેંકવામાં આવ્યો હતો. મૃતદેહ અહીં લાવનાર અથવા ઘટનામાં સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે વિવિધ પાસાઓની તપાસ ચાલી રહી છે.

ગીર વિસ્તાર એ એશિયાટિક સિંહો માટે વિશ્વપ્રસિદ્ધ અભ્યારણ્ય હોવાથી આ પ્રકારની ઘટના ગંભીર માનવામાં આવી રહી છે. વનવિભાગે સમગ્ર મામલાની દરેક દિશામાં તપાસ શરૂ કરી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ મોતનું સાચું કારણ અને જવાબદારો અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે.


આ પણ વાંચો:જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો: આરોપી સાથે ઘટનાનું પુનઃનિર્માણ, પુરાવા સાથે કબૂલાત સુસંગત હોવાનો દાવો

આ પણ વાંચો:ગિરનાર નજીક સિંહબાળનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો, ઇજા ના નિશાનોથી તપાસ તેજ

આ પણ વાંચો:અમરેલીમાં સિંહબાળ સાથે યુવકની સેલ્ફી વાયરલ