Amreli News : અમરેલીમાં સિંહબાળ સાથે યુવકની સેલ્ફી વાયરલ થઈ છે. જેમાં સિહબાળ સાથેના ફોટો વાયરલ થતા ચકચાર મચી છે. અમિત નાડ નામની ID પર સેલ્ફીનો આ ફોટો મુકવામાં આવ્યો છે. સિંહબાળ સાથેના ફોટો વાયરલ થતા વનવિભાગમાં દોડધામ મચી છે.
જેમાં ફોટો-વીડિયોને આધારે વનવિભાગે તપાસ હાથ ધરી છે. આ વાયરલ ફોટોમાં યુવકના ખભા પર સિંહબાળ દ્રશ્યમાન થાય છે. બીજીતરફ સિંહબાળને પકડવું, સેલ્ફી લેવી એ છે ગંભીર ગુન્હો છે. ધારી વિસ્તારની નર્સરીના ફોટો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
જેને લઈને ધારી ગીર પૂર્વ વનવિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તે સિવાય વાયરલ ફોટો-વિડીયો AI જનરેટેડ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ફોટોમાં દેખાતો અમિત નાડ વન વિભાગનો પૂર્વ રોજમદાર છે.
આ પણ વાંચો:કચ્છના ગાંધીધામ ખાતે કંપનીમાં બોઇલર ફાટતા બે કામદારોના મોત
આ પણ વાંચો:કચ્છના અંજારમાં કોમી એકતાને ડહોળવાનો પ્રયાસ
