સુરત/ કોરોનાના સંક્મ્રણને લઈને મનપા દ્વારા વોર રૂમ શરુ કરવામાં આવ્યા

સંજય મહંત-મંતવ્ય ન્યુઝ સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. આ ઉપરાંત સંક્મ્રણ પણ વધી રહ્યું હતું. જેને લઈને સંક્મ્રણને કાબુમાં લેવા મનપા દ્વારા એક નવી રીતે અપનાવીને વોર રૂમ શરુ કરવામાં આવ્યો છે. સુરતના રૂસ્તમપુરા ખાતે આ વોર રૂમ કાર્યરત છે. જેની મનપા કમિશનરે મુલાકાત લીધી હતી. અને આ વોર રૂમ થકી થઇ રહેલી કામગીરીનો […]

Gujarat Surat

સંજય મહંત-મંતવ્ય ન્યુઝ

સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. આ ઉપરાંત સંક્મ્રણ પણ વધી રહ્યું હતું. જેને લઈને સંક્મ્રણને કાબુમાં લેવા મનપા દ્વારા એક નવી રીતે અપનાવીને વોર રૂમ શરુ કરવામાં આવ્યો છે. સુરતના રૂસ્તમપુરા ખાતે આ વોર રૂમ કાર્યરત છે. જેની મનપા કમિશનરે મુલાકાત લીધી હતી. અને આ વોર રૂમ થકી થઇ રહેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. મનપા કમિશનરે જણાવ્યું હતું કે આ વોર રૂમ થકી ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની કામગીરી થઇ રહી છે. આ ઉપરાંત અહીંથી ધન્વતરીરથ, સજીવની રથ અને ક્યાં વિસ્તારમાં કેટલા કેસો આવે છે અને કારણ શું છે તેની માહિતી એકત્ર કરવામાં આવે છે. અને ત્યાં ટેસ્ટીંગ સધન કરવામાં આવે છે. આ ઉપરાંત કોમ્બિંગ સહીતની કામગીરી અહીંથી કરવામાં આવી રહી છે.

શહેરમાં યુદ્ધના ધોરણે કામગીરી થઇ રહી છે

મનપા કમિશનરે જણાવ્યું હતું કે ધીમે ધીમે કોરોનાનું સંક્મ્રણ ઘટી રહ્યું છે. પરંતુ લોકોને એટલી જ તકેદારી રાખવી પણ જરૂરી છે. હાલમાં ઓક્સીજનની જરૂરીયાત ઘટી છે. પહેલા ૧૦૪માં ૨૬૦ જેટલા કોલ આવતા હતા તે ઘટીને ૬૦ થયા છે. સુરતમાં હાલમાં ૨૫૭ જેટલા ધન્વતરી રથ કાર્યરત છે જયારે ૨૫૦ જેટલા સંજીવની રથ કાર્યરત છે.

દરરોજ ૩૦ હજાર ટેસ્ટીંગ

મનપા કમિશ્નર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ૨૫ ટકા ઓક્સીજન બેડ ઓક્યુંપાઈડ છે. અને ૭૫ ટકા બેડ ખાલી છે. શહેરમાં ૪૩ ટકા બેડ ઓક્યુપેનસી છે. ૪૭ ટકા બેડ ખાલી છે. આ ઉપરાંત દરરોજ ૩૦ હજારથી વધુ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.