Dahod News : દાહોદમાં પોલીસે નકલી નોટોના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ા નકલી નોટોના કૈભાંડમાં રાદસ્થાન પોલીસને સફળતા મળી છે. જેમાં પોલીસે વધુ એક શખ્સની ઝાલોદના ઠેરકાથી ઝડપી લીધો છે. ડેમાં રાજસ્થાનના આનંદપુરી પોલીસે આ શખ્સને ઝડપી લીધો છે.
તપાસમાં આરોપી દાહોદના ભાડાના મકાનમાં નકલી નોટો તૈયાર કરતો હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં પોલીસે કુલ 11 આરોપીને ઝડપ્યા છે. જેમાં તેમની પાસેથી 3 લાખથી વધુની નકલી નોટો કબજે કરવામાં આવી છે.
તપાસમાં આરોપીઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નકલી નોટો ફરતી કરતા હોવાનું બહાર આવ્યું છે. નકલી નોટોના આ કૌભાંડ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:‘મમ્મી, આજ પછી હું તમને નહીં મળી શકું’, નિવૃત જજની હેરાનગતિથી રસોઈયાએ કર્યો આપઘાત
આ પણ વાંચો:જામ કલ્યાણપુરના સતાપર ગામે પતી પત્નીનો ઝેરી દવા પી સજોડે આપઘાત
આ પણ વાંચો:વલસાડમાં ઉમરગામમાં પરિવારના સામુહિક આપઘાત મામલે થયો ખુલાસો
